લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલમાં શિયાળો બરાબરનો જામ્યો છે. ત્યારે એક તરફ વાતાવરણ ખુશનુમા બન્યું છે જ્યારે બીજી તરફ બીમારી ફેલાવવાની શરૂ થઇ છે. ત્યારે આપણે આપણા અને પરિવારના સ્વાસ્થ્યની પુરેપુરી સંભાળ રાખવી હિતાવહ છે. આ સમયમાં શરદી, ખંસી, કફ,ગળામાં ઇન્ફેક્શન અને સોજો, તાવ જેવી સમસ્યા થવી એ સામાન્ય વાત છે. આ બધાથી બચવા આપણા શરીર માટે ઘરેલુ ઉપાયો ખૂબ જ લાભકારી સાબિત થાય છે. તો આજે આપણે સરળ ઘરેલુ નુસખાથી કેવી કેવી બીમારીથી બચી શકાય તે જોઇએ.