Beauty Tips: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે હમેશાં સુંદર દેખાય અને તેની સ્કિન (Beautiful Skin) તેની ઉંમરની ચાડી ન ખાય. આ માટે તે ઘણી વખત ખુબ બધા રૂપિયા ખર્ચી નાંખે છે અને બ્યૂટીપાર્લરમાં જઇને મોંઘી મોંઘી ટ્રિટમેન્ટ કરાવે છે. પણ આજે અમે આપનાં માટે કેટલીક એવી ટિપ્સ લઇને આવ્યાં છીએ જે માટે તમારે તમારા રૂટિનમાં એક પણ રૂપિયાનો વધારાનો ખર્ચો નહીં કરાવે અને તમને સુંદર ગ્લોઇંગ ટાઇટ સ્કિન (Glowing Skin) આપશે. આ માટે તમારે કાચા દૂધનો ઉપયોગ કરવાનો છે. તે પણ ચાર ચમચી માંડ ઉપયોગમાં લેવાનું છે. દૂધ સંપૂર્ણ આહાર છે તે આપણા સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે પરંતુ કાચુ દૂધ આપણી સુંદરતા નિખારવા માટે પણ રામબાણ ઇલાજ છે. કાચા દૂધમાં રહેલા તત્વો ચહેરાની ત્વચાને ચમકીલી બનાવે છે અને સાથે વાળને પણ સુંવાળા બનાવે છે. જો તમને માનવામાં ન આવતું હોય જોઇલો આ જાદુઇ નુસખા.
ચહેરાની કાળાશ દૂર કરવા- 4 ચમચી કાચું દૂધ લો. તેમાં લીંબુનો રસ અને મધ સપ્રમાણમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી ત્વચા પરનો મેલ દૂર થશે. તમારા રોજનાં રૂટિનમાં આ ઉપાય અજમાવવો. દરરોજ રાત્રે સુતા પહેલાં તમે કાચુ દૂધ લીંબુ અને મધ મિક્સ કરી આ મિશ્રણથી ચહેરા પર લગાવો બાદમાં ચોખ્ખા પાણીથી ફેસ વોશ કરી લો. જે બાદ તમારી સ્કિનને અનુરૂપ ક્રિમ લગાવી તમે રાત્રે સુઇ શકો છો. જરૂરી નથી કે તમે રાત્રે જ કાચા દૂધનો ઉપાય કરો. તમે દિવસ
વાળ માટે - એક પાકેલું કેળું લઇને તેને મશળી લો અને તેને કાચા દૂધમાં મિક્સ કરી લો. તેની ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળના મૂળમાં લગાવી લો. તેને 30 મિનિટ માટે લગાવી રાખો અને શાવર કેપ પહેરી શકો છો. ત્યાર પછી વાળને હળવા ગરમ પાણીથી ધોઇ લો અને વાળને યોગ્ય રીતે શેમ્પુ કરી લો. વાળને જાતે જ સૂકાવવા દો. આ ઉપાય કરવાથી ખૂબ ફાયદો થશે. આ પેસ્ટ તમે ચહેરા પર પણ લગાવી શકો છો.