જલજીરા: તમે પ્રેગનન્સીમાં એકનું એક ખાઇને કંટાળી ગયા છો તો મોંનો ટેસ્ટ બદલવા માટે તમે જલજીરા પી શકો છો. આ એક રિફ્રેશિંગ ડ્રિંક છે. આ તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે અને સાથે મોર્નિંગ સિકનેસની સમસ્યા દૂર કરે છે. જલજીરાનો ખાટો સ્વાદ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ માટે તમે વધારે નહીં પરંતુ અઠવાડિયામાં બે થી ત્રણ વાર પી શકો છો.
તાજા ફળોનો જ્યૂસ: પ્રેગનન્સીમાં તમે રોજ તાજા ફળોનો જ્યૂસ પીવાની આદત પાડો. ગરમીમાં લીંબુ, સંતરા, મોસંબી જેવા અનેક ફળોનો જ્યૂસ પીઓ. આ સાથે જ શિયાળામાં તમે ગાજર, દાડમનો ફ્રૂટ જ્યૂસ પણ પી શકો છો. આ જ્યૂસ તમારા શરીરમાં વિટામીન સીથી લઇને બીજી અનેક પ્રકારની ઉણપ પૂરી કરવાનું કામ કરે છે. કહેવાય છે કે તમે નવમાં મહિના સુધી આ ટાઇપના જ્યૂસ પીઓ છો તો બાળકનો વિકાસ સારો થાય છે.