નવી દિલ્હી: આપણે જાણીએ છીએ કે ઈંડા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઈંડા જેટલા સ્વસ્થ હોય છે, તેટલા જ સ્વાદિષ્ટ હોય છે. પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત હોવાના કારણે સવારના નાસ્તામાં ઈંડાનું ઘણું મહત્વ છે. સંશોધનમાં સાબિત થયું છે કે ઈંડાથી પેટ ભરેલું લાગે છે. તેનાથી દિવસભર ખાવાની ઈચ્છા ઓછી થાય છે. તે બ્લડ શુગર અને ઈન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરે છે. ઈંડાની જરદીમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન જોવા મળે છે. આ એક એન્ટીઓક્સીડેન્ટ છે, જે આંખના રોગો સામે રક્ષણ આપે છે.
છાશ ખૂબ સ્વાદિષ્ટ અને થોડી ક્રીમી પણ હોય છે. છાશમાં કેલરી ઓછી હોય છે, પરંતુ પ્રોટીન વધુ હોય છે. પ્રોટીન હોવાને કારણે છાશનું સેવન કર્યા પછી ભૂખ ઘણી ઓછી લાગે છે. છાશના સેવનથી મેટાબોલિક ક્રિયા ઝડપથી થાય છે. વજન ઘટાડવા માટે પણ છાશ ફાયદાકારક છે. સવારના નાસ્તમાં છાશનો ઉપયોગ કરવાથી પાચન શક્તિ વધી જાય છે.
દિવસની શરૂઆત કોફીથી કરવી સારી મનાય છે. તેમાં ઉચ્ચ માત્રામાં કેફીન હોય છે, જે મૂડને ફ્રેશ કરે છે. સવારે કોફી પીવાથી દિવસભર તાજગી રહે છે. જોકે, કેફીનની થોડી માત્રા જ ફાયદાકારક છે. અભ્યાસ અનુસાર માત્ર 38થી 400 મિલિગ્રામ કેફીન જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેફીનમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે, જે કોષોની અંદર બળતરા નથી થવા દેતા.
પોશાક તત્વોથી ભરપૂર ઓટમીલ (Oatmeal) સવારના નાસ્તા માટે ઉત્તમ ખોરાક છે. તેમાં બીટા ગ્લુકેન હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાયદાકારક છે. તેમાં ફાઈબર પણ હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. ઓટ્સમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે શરીરને ફેટી એસિડથી બચાવે છે. આ એન્ટીઓક્સીડેન્ટ્સ પણ બ્લડપ્રેશરને નથી વધવા દેતા. ઈંડા સૌથી વધુ પ્રોટીન હોવાથી દિવસભર કામ કરવામાં તાકાત મળે છે.
અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો યુક્ત 'તકમરીયા'ને સુપર ફૂડ કહેવામાં આવે છે. તકમરીયા સવારના નાસ્તા માટે ઉત્તમ ખોરાક છે, કારણ કે તેમાં ફાઇબર રહેલું છે, જે દિવસભર ભૂખ ઘટાડવામાં મદદ કરે છે. 28 ગ્રામ તકમરીયામાં 11 ગ્રામ ફાઈબર હોય છે. સાથે જ તેમાં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તેઓ કોષોને ફ્રી રેડિકલથી બચાવે છે અને પાચનની પ્રક્રિયાને પણ ઝડપી બનાવે છે.