29 સપ્ટેમ્બરના રોજ દુનિયાભરમાં વર્લ્ડ હાર્ટ ડેનું આયોજન (World Heart Day 2020) કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી સાથે હદય અને તેનાથી જોડાયેલી બિમારીઓ અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અનેક લોકો આજે પણ નાની ઉંમરે હદયરોગના હુમલાથી મરે છે. આવા કેસમાં તે લોકોની દીનચર્યા, ખાણીપીણીની આદતો જેવી અનેક બાબતો અસર કરે છે. આ સિવાય પણ હદયને લગતી બિમારીને પોતાના અને પોતાના પરિવારથી દૂર રાખવા માટે વર્ષેમાં એક વાર હદયનું યોગ્ય તપાસ 30 વર્ષની ઉંમર પછી કરવી જોઇએ. ખાસ કરીને તમારું વજન વધુ હોય અને અને તમે બેઠાળું જીવન જીવતા હોવ તો તમારે આ મામલે જાગૃત રહેવું જોઇએ.
જો તમે તમારા હદયને સ્વસ્થ રાખવા માંગો છો તો કોલેસ્ટ્રોલ પર તમારી નજર હોવી જોઇએ. વધતા કોલેસ્ટ્રોલથી બચો. આ કારણે લોહીમાં બ્લડક્લોથ થવાના કારણે હાર્ટ અટેકની સમસ્યા થાય છે. ભારતમાં થોડા સમય પહેલા એક સર્વેક્ષણમાં આ વાત સામે આવી હતી કે આપણા દેશમાં લગભગ 50 ટકા મહિલાઓ હાઇ કોલોસ્ટ્રોલથી પ્રભાવિત છે. આ માટે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું જરૂરી છે.
હાઇ બ્લડ પ્રેશ અને ડાયાબિટિઝ પણ ખતરનાક સાબિત થઇ શકે છે. હાર્ટ અટેકમાં પીડિતને હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝના કારણે પણ મોટું નુક્શાન થાય છે. આ બિમારી સામાન્ય વ્યક્તિના હાર્ટ અટેકનું કારણ બની શકે છે. માટે જ ખાવા પીવામાં સંયમ રાખો. નિયમિત 30 મિનિટ જેવો વ્યાયામ કરો.<br />Disclaimer: ઉપરોક્ત માહિતી સર્વ સામાન્ય માહિતીને આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. આ પર અમલમાં મૂકતા પહેલા વિશેષજ્ઞ કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છેર લોકો હાર્ટ અટેકના લક્ષણો સમજવામાં ભૂલ કરે છે. અને જીવ ગુમાવી દે છે. જો તમને હાર્ટ અટેકના લક્ષણોને સમજી તરત જ મેડિકલ સારવાર લેશો તો તમે પણ બચી શકો છો. માટે આ અંગે તમારી પાસે પૂરતી જાણકારી હોવી જોઇએ.