હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રિપોર્ટ અનુસાર મોટાપા અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓ ઉભી કરી શકે છે. વધેલા વજનની અસર રિપ્રોડક્ટિવ હેલ્થ, રેસ્પેરિટરી ફંક્શન, યાદશક્તિ અને મૂડ પર ખરાબ રીતે અસર કરે છે. મોટાપા અને વધારે વજનથી ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ તેમજ કેન્સર જેવી અનેક જીવલેણ બીમારીઓનો ખતરો વધી જાય છે. આ સિવાય શરીરના હોર્મોન્સ અને મેટાબોલિઝમ પર નેગેટિવ અસર પડે છે.
બ્રિટનન નેશનલ હેલ્થ સર્વિસના રિપોર્ટ અનુસાર મોટાપાને ઓછુ કરવા માટે દરેક લોકોએ બ્રેકફાસ્ટ ક્યારે છોડવો જોઇએ નહીં. અનેક લોકો સવારનો નાસ્તો સ્કિપ કરતા હોય છે. આમ કરવાથી શરીરમાં પોષક તત્વોની કમી થાય છે. આ માટે નિયમિત સમય પર લંચ અને ડિનર કરવાથી ઝડપથી કેલરી બર્ન કરવામાં મદદ મળે છે. વજનને ઓછુ કરવા માટે ડાયટમાં ફળ અને શાકભાજી જરૂર એડ કરો.
વજન ઓછુ કરવા માટે શરાબ અને આલ્કોહોલ જેવા ડ્રિંક્સ પીવાનું ટાળો. એક ગ્લાસ વાઇનમાં એક ચોકલેટ બરાબર કેલરી હોય છે. લાંબા સમય સુધી શરાબ પીવાથી વજન વધવા લાગે છે. આમ, તમે આ ટિપ્સ ફોલો કરો છો તો તમારું વજન ફટાફટ ઉતરી જાય છે. આ ટિપ્સ અનેક લોકોએ ફોલો કરીને બેસ્ટ રિઝલ્ટ મળ્યુ છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)