Home » photogallery » જીવનશૈલી » Diabetes: ડાયાબિટીસના દર્દીઓ બિન્દાસ થઇને ખાય આ 5 ફળો, નહીં વધે બ્લડ શુગર

Diabetes: ડાયાબિટીસના દર્દીઓ બિન્દાસ થઇને ખાય આ 5 ફળો, નહીં વધે બ્લડ શુગર

Healthy Fruits For Diabetes Patients: આજના સમયમાં ડાયાબિટીસની બીમારી સામાન્ય વાત બની ગઇ છે. આજે અમે તમને ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલાંક ફળોના નામ જણાવીશું તે ખૂબ જ લાભકારક છે.

  • 18

    Diabetes: ડાયાબિટીસના દર્દીઓ બિન્દાસ થઇને ખાય આ 5 ફળો, નહીં વધે બ્લડ શુગર

    Healthy Fruits For Diabetes Patients: પહેલાના સમયની ખાણીપીણીની સરખામણીમાં આજકાલના ભોજનમાં ઘણો બદલાવ આવ્યો છે. સાથે જ પહેલા લોકો સાધારણ રીતે જીવન નિર્વાહ કરતાં હતાં, કોઇ સ્ટ્રેસ કે તણાવ ન હતો. પરંતુ આજકાલના સમયમાં દરેક વ્યક્તિ વધતા કામના પ્રેશરથી ચિંતિત છે. જેના કારણે તેના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. તેવામાં વ્યક્તિને ડાયાબિટીસની બીમારી થવી સામાન્ય વાત બની ગઇ છે.

    MORE
    GALLERIES

  • 28

    Diabetes: ડાયાબિટીસના દર્દીઓ બિન્દાસ થઇને ખાય આ 5 ફળો, નહીં વધે બ્લડ શુગર

    ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે, જે એકવાર થાય પછી આજીવન સાથે રહે છે. જો કે લાઇફસ્ટાઇલમાં સુધારો લાવીને આ બીમારીને કંટ્રોલ કરી શકાય છે. શુગર કંટ્રોલ કરવા માટે લોકો અનેક દવાઓનું સેવન કરે છે. પરંતુ એવા કેટલાંક ફળો છે જેને ખાધા પછી તમે તમારુ બ્લડ શુગર કંટ્રોલ કરી શકો છો.

    MORE
    GALLERIES

  • 38

    Diabetes: ડાયાબિટીસના દર્દીઓ બિન્દાસ થઇને ખાય આ 5 ફળો, નહીં વધે બ્લડ શુગર

    આમ તો તમામ ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓને ફળ ખાતા પહેલા વિચારવું જોઇએ. ખરેખર ફળોમાં નેચરલ શુગર હોય છે, જેના સેવનથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર લેવલ વધી જાય છે. તેથી તમારે પસંદગીના જ ફળો ખાવા જોઇએ. જોકે કેટલાંક ફળ આ બીમારીમાં ખાવા માટે જ બન્યા છે. તેના સેવનથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ચાલો જાણીએ આ ફળોના નામ...

    MORE
    GALLERIES

  • 48

    Diabetes: ડાયાબિટીસના દર્દીઓ બિન્દાસ થઇને ખાય આ 5 ફળો, નહીં વધે બ્લડ શુગર

    જાંબુ: ફળોમાં જાંબુનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી હોય છે. આ ફળને શુગરના દર્દીઓ નિશ્ચિંત થઇને ખાઇ શકે છે. ખરેખર, તેમાં પાણીની માત્રા વધુ હોય છે. સાથે જ તેમાં સુક્રોઝની માત્રા પણ ઓછી હોય છે, જે બ્લડ શુગર સ્પાઇક નથી થવા દેતા.

    MORE
    GALLERIES

  • 58

    Diabetes: ડાયાબિટીસના દર્દીઓ બિન્દાસ થઇને ખાય આ 5 ફળો, નહીં વધે બ્લડ શુગર

    નાસપતી: ડાયાબિટીસના દર્દીઓ માટે નાસપતી ખૂબ જ લાભકારક ફળ છે. તેમાં વિટામિન સી, ઇ અને કે જેવા ગુણ હોય છે. તેમાં કેલ્શિયમ, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને બીટા કેરાટીન, ફાઇબરની માત્રા પૂરતી હોય છે.

    MORE
    GALLERIES

  • 68

    Diabetes: ડાયાબિટીસના દર્દીઓ બિન્દાસ થઇને ખાય આ 5 ફળો, નહીં વધે બ્લડ શુગર

    સફરજન: તમામ ફળોમાં સફરજનને દરેક બીમારીમાં ખાઇ શકાય છે. ખરેખર સફરજનમાં સારી માત્રામાં ફાઇબર હોય છે. સાથે જ એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર પણ હોય છે. તેથી સફરજન ડાયાબિટીસના દર્દીઓએ જરૂર ખાવું જોઇએ. સફરજન ખાવાથી બોડીમાં ગ્લૂકોઝ લેવલ મેન્ટેન રહે છે. બ્લડ શુગર પણ કંટ્રોલ રહે છે.

    MORE
    GALLERIES

  • 78

    Diabetes: ડાયાબિટીસના દર્દીઓ બિન્દાસ થઇને ખાય આ 5 ફળો, નહીં વધે બ્લડ શુગર

    કિવી: ડાયાબિટીસના દર્દીઓએ કિવીનું સેવન જરૂર કરવું જોઇએ. કિવી ખાવાથી શુગર કંટ્રોલ થાય છે. ખરેખર શુગર કંટ્રોલ માટે હાઇ ફાઇબર ફૂડ લાભકારક હોય છે. ડાયાબિટીસમાં કિવી ખૂબ જ ગુણકારી છે. કારણ કે તેના ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે.

    MORE
    GALLERIES

  • 88

    Diabetes: ડાયાબિટીસના દર્દીઓ બિન્દાસ થઇને ખાય આ 5 ફળો, નહીં વધે બ્લડ શુગર

    પીચ: ડાયાબિટીસના દર્દીઓ માટે પીચ ઉમદા ફળ છે. શુગર પેશન્ટ્સ પીચનું સેવન કોઇ ડર વિના કરી શકે છે. તેમાં રહેલી ફાઇબરની ભરપૂર માત્રા ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારક હોય છે.

    MORE
    GALLERIES