Health care: હાલમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં અનેક લોકો હેલ્થને લગતી સમસ્યાઓ થતી હોય છે. આ ગરમીથી બચવા માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. આ ગરમીમાં ખાસ કરીને લો બીપી, ચક્કર જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. આ સાથે ગરમીમાં શરીરમાં પાણી ઓછુ થવાના ચાન્સિસ સૌથી વધારે હોય છે. આ માટે ગરમીમાં ખાસ કરીને હેલ્થનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. તમે આ ગરમીમાં હેલ્થનું ધ્યાન રાખતા નથી તો અનેક સમસ્યાઓ થઇ શકે છે. તો જાણો ગરમીમાં કેવી રીતે સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો.
ખાંડ સાથે રાખો: ગરમીમાં ચક્કર, લો બીપીની સમસ્યા વધારે રહે છે. આ સમયે શરીરમાં સુગર ઓછી થઇ જાય છે. સુગર ઓછી થવાને કારણે બીપી ડાઉન થવાના ચાન્સિસ સૌથી વધારે રહે છે. આ માટે હંમેશા ગરમીમાં તમારી સાથે ખાંડ રાખો. જ્યારે તમને ચક્કર, લો બીપી થઇ જાય છે તો તમે ખાંડ ફાકી લો. આમ કરવાથી સ્ટેમિના આવે છે અને સુગરનું બેલેન્સ જળવાઇ રહે છે. તમને ડાયાબિટીસ છે તો ડોક્ટરની સલાહ લઇને ખાંડનું સેવન કરો.
આદુ: ગરમીમાં ખાસ કરીને આદુનો ટુકડો મોંમા રાખો. આદુનો ટુકડો મોંમા રાખીને ચુસવાથી ચક્કર, લો બીપી તેમજ સ્વાસ્થ્યને લગતી તકલીફોથી તમે બચી જાવો છો. આદુમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરનું બેલેન્સ જાળવી રાખે છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)