Aarti Machhi, Bharuch : ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં વણખુંટા ગામથી પાડા ગામને જોડતા માર્ગ ઉપર સુરા હનુમાનજીનું મંદિર આવેલું છે. મંદિરની બાજુમાં સંત વિશ્રામ મહારાજ આયુર્વેદ અને જડીબુટ્ટી આપ લોકોનાં દુ:ખ દુર કરી રહ્યાં છે. અહીંથી લોકોને અસાધ્ય રોગમાંથી રાહત મળી છે. જણાવી દઈએ કે, આ સંત લોકોને વિનામૂલ્યે સારવાર આપે છે.