2020ના એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે ઓમેગા-3 મસ્તિષ્કના વિકાસ, કામકાજ અને ઉંમર વધારવા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ઓમેગા-3 ફેટી એસિડની કમીને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી તકલીફો થતી હોય છે. આ ઉણપને કારણે ડિપ્રેશન, બાઇપોલર, ડિસઓર્ડર અને એટેન્શન ડિસઓર્ડર વગેરે શામેલ છે. આની કમીથી અલ્ઝાઇમર જેવા રોગો પણ થઇ શકે છે.
ચીયા સિડ્સમાં એએલએ ઓમેગા 3 ફેટી એસિડનો સારામાં સારો સ્ત્રોત હોય છે. આમાં ફાઇબર અને પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે. આ તમે ઇંડાની જગ્યાએ ખાઇ શકો છો. વેજિટેરિયન લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે. આ સિવાય તમે સ્મૂધીમાં પણ ચિયા સિડ્સ નાખીને ડાયટમાં એડ કરી શકો છો. ચિયા સિડ્સ સ્મૂધી નાખો છો તો ટેસ્ટ મસ્ત આવે છે.