લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવાળીને ગણતરીનાં દિવસો હવે નજક છે ત્યારે ચહેરાની સુંદરતાને ધ્યાનમાં રાખવું ખુબજ જરૂરી છે. મોટાભેગે નવ યુવાનોને જો ચહેરાની કોઇ સમસ્યા સતાવતી હોય તો તે છે ખીલની. ચાલો ત્યારે આજે નજર કરીએ ખીલ દૂર કરવાનાં દેસી અને એકદમ સસ્તા ઉપાય પર. જે માટે તમારે કોઇ કેમિકલ, દવાઓ કે ક્રિમનો ઉપયોગ કરવો નહીં પડે અને પિમ્પલ્સથી છૂટકારો પણ મળી જશે.
સૌ પહેલાં તો ખિલની સમસ્યા હોય અને સ્કિનની કેર કરવાં માંગો છો તો પુષ્કળ પાણી પીવું. આહારમાં સંતુલન જાળવવું જરૂરી છે. જંક ફૂડ જો ખાતા હોવ તો તેનું સેવન સદંતર બંધ કરી દો. આમ કરવાથી પિમ્પલ્સ નહીં થાય, જો સ્કિન ખુબજ ખરાબ થઇ ગઇ હશે તો તે ધીમે ધીમે સુધરવા લાગશે. શું તમારી પાસે એટલી ધીરજ નથી? પરંતુ જો તમે આ ટીપ્સને અનુસરો છો, તો પિમ્પલ્સ ટૂંકા સમયમાં જ દૂર થઈ જશે.