આજકાલ આપણી લાઈફમાં સ્માર્ટફોનનો ઉપયોગ એટલો વધી ગયો છે કે આ ડિવાઇસને પોતાનાથી અલગ રાખવું અશક્ય છે. લોકો તેને હંમેશા પોતાની સાથે રાખે છે અને દરેક વ્યક્તિ આદતથી એટલા મજબૂર થઈ ગયા છે કે કોઈ પણ કામ વગર ફોન સ્ક્રોલ કરે છે. ફોન જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે પરંતુ વધારે પડતી કોઈ જ વસ્તુ સારી નથી. માટે ફોનનો વધારે ઉપયોગ કરવાથી પણ ઘણી બીમારીઓ સાથે આવે છે.
આપના જીવનમાં ફોનનો ઉપયોગ એટલો વધી ગયો છે કે લોકો પોતાની સાથે ટોયલેટમાં પણ ફોન લઈ જાય છે, અને તેને હંમેશા પોતાના ખિસ્સામાં જ રાખે છે. ખાસ કરીને પુરુષો સાથે આવું થાય છે. ઘણી વખત પુરુષો ઘરે રહીને પણ ફોન ખિસ્સામાં જ રાખે છે અને બહાર જતી વખતે પણ રાખે છે. પરંતુ 100 માંથી 100 પુરુષોને ખબર નહીં હોય કે આવું કરવાથી કેટલું મોટું નુકસાન થઈ શકે છે. તો આજે જાણી લો પોકેટમાં ફોન રાખવાના ગેરફાયદા.
ફોનને ખિસ્સામાં રાખવાના ગેરફાયદા : જ્યારે તમે ફોનને તમારા ખિસ્સામાં વાયરલેસ નેટવર્કથી કનેક્ટ રાખો છો, તો નિષ્ણાતોના મતે, તમારે શરીરમાં 2 થી 7 ગણા રેડિયેશનનો સામનો કરવો પડે છે. અત્રે નોંધનીય છે કે ફોનના રેડિયેશનને પણ કેન્સરનું કારણ માનવામાં આવે છે. આના કારણે નપુંસકતાનો ભય રહે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.તમને જાણીને નવાઈ લાગશે કે આ રેડિયેશન તમારા ડીએનએ સ્ટ્રક્ચરને બદલી શકે છે.
વાંચીને તમને સવાલ થયો હશે કે તો પછી સ્માર્ટફોન રાખવો ક્યાં? તમારા ફોનને કોઈપણ ખિસ્સામાં ન રાખો જ્યાંથી તમારા શરીરના અંગો નજીક હોય. જો તમે ફોનને પર્સ અથવા બેગમાં રાખો તો શ્રેષ્ઠ રહેશે, પરંતુ જો તમે તેમ ન કરી શકો તો તેને સેલફોનના પાછળના ખિસ્સામાં રાખો. ફોનને અહીં રાખતી વખતે એ પણ ધ્યાનમાં રાખો કે તેની પાછળની બાજુ ઉપર રહેવી જોઈએ જેથી તમારું શરીર તેના ન્યૂનતમ રેડિયેશનના સંપર્કમાં આવે. આ રીતે કરવાથી ભવિષ્યમાં ઊભી થનારી ઘણી સમસ્યાઓથી તમે બચી શકશો.