મિસ પિરીયડ્સને આ રીતે તમે ઓળખી શકો છો. સામાન્ય રીતે પિરીયડ્સની સાયકલ 28 દિવસની હોય છે અને 29 તેમજ 30 દિવસ સુધી પિરીયડ્સ આવતા નથી તો આનો મતલબ એ છે કે તમારો પિરીયડ્સ લેટ છે. એવામાં ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ 40 દિવસથી વધારે સમય સુધી પિરીયડ્સ ના આવે તો તમે મિસ થવાનું વિચારી શકો છો. આ સમયે ડોક્ટર પાસે જવુ જરૂરી છે.
તમારું વજન વધારે છે તો તમે પણ મિસ પિરીયડ્સની સમસ્યા થઇ શકે છે. મોટાપાને કારણે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન પર અસર પડે છે જેના કારણે પ્રજનન ક્ષમતા પ્રભાવિત થાય છે. આમ, તમારું વજન વધારે છે તો તમે એક્સેસાઇઝ કરીને એને કંટ્રોલ કરો. એક્સેસાઇઝ કરવાથી વજન ઝડપથી ઘટે છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)