બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે: મેથીના પાનનું સેવન તમે રેગ્યુલર કરો છો તો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આમ, જો વાત કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ બે પ્રકારે હોય છે જેમાં એક બેડ કોલેસ્ટ્રોલ અને સારું કોલેસ્ટ્રોલ. ઘણાં લોકોને બેડ કોલેસ્ટ્રોલ હોય છે. આમ, જો તમને પણ બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો મેથીના પાન ફાયદાકારક છે.
વજન ઘટાડે: મેથીના પાન તમે મોંમા રાખીને ચાવો છો તો વજન ઘટવામાં મદદરૂપ થાય છે. મેથી વજન ઘટાડવા માટે બેસ્ટ છે. ઠંડીની સિઝનમાં તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો ડાયટમાં મેથીના પાનને શામેલ કરી શકો છો. આ વજન ઉતારવા માટે મદદગાર સાબિત થાય છે. આ માટે સવારના સમયે મોંમા મેથીના 10 થી 12 પાન મુકો અને ચાવવા લાગો.
બ્લડ સુગર કંટ્રોલ કરે: મેથીના પાનમાં બ્લડ સુગર કંટ્રોલ કરવાની તાકાત રહેલી હોય છે. મેથીમાં ફાઇબરનું પ્રમાણ સારું હોય છે જે લોહીમાં સુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે એમને ડાયટમાં મેથીને એડ કરવી જરૂરી. મેથીના પાન હેલ્થ અને સ્કિન એમ બન્ને માટે ફાયદાકારક સાબિત થાય છે. આમ, જો તમને સુગર વધવાની સમસ્યા છે તો મેથીના પાન તમારા માટે ગુણકારી છે. મેથીના પાનને તમે રોજ સવારમાં ચાઓ છો તો એની કડવાશ તમારા શરીરમાં ફાયદો પહોંચાડે છે જેના કારણે સુગર કંટ્રોલમાં રહે છે.
પાચન તંત્ર સારું કરે: તમને પાચનને લઇને શરીરમાં કોઇ ગડબડ છે તો રોજ સવારમાં મેથીના પાન મોંમા મુકીને ચાવવાનું શરૂ કરી દો. મેથીના પાન ચાવવાથી પાચન તંત્ર સારું થાય છે અને સાથે પેટને લગતી અનેક સમસ્યાઓમાંથી પણ છૂટકારો મળે છે. પાચન તંત્ર સારું હોય તો હેલ્થ સારી રહે છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે, કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોકટરની સલાહ લેવી આવશ્યક છે.ચે.