How to use Clove oil for gum pain: મોંની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. અનેક લોકો બહારથી હેલ્થનું ધ્યાન રાખતા હોય છે, પરંતુ ઓરલ હેલ્થની પ્રોપર રીતે કાળજી ના કરવાને કારણે અનેક સમસ્યાઓ થવા લાગે છે. આમ વાત કરવામાં આવે તો ખાસ કરીને આજનાં આ સમયમાં નાના બાળકોથી લઇને મોટા..એમ અનેક લોકોને દાંતની તકલીફ વધતી જાય છે. દાંતની તકલીફ થવાને કારણે પેઢામાં દુખાવો, દાંતમાં સડો થઇ જાય છે. પેઢામાં દુખાવો થવાને કારણે અનેક સમસ્યાઓ થવા લાગે છે. આમ, તમે પેઢાના દુખાવાને દૂર કરવા માટે લવિંગના તેલના ઉપયોગ કરી શકો છો. જાણો કેવી રીતે કરશો.
લવિંગના તેલના ફાયદાઓ: લવિંગના તેલમાં યુઝેનોલ કમ્પાઉન્ડ હોય છે જેમાં શક્તિશાળી ઔષધીય ગુણ હોવાથી પેઢાના દુખાવામાંથી તમને રાહત અપાવે છે. યુઝેનોલ દુખાવાને ઓછુ કરવાનું કામ કરે છે. લવિંગના તેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે પેઢામાં થતા ઇન્ફેકશનને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે પેઢામાં આવતો સોજા પણ ઓછો થઇ જાય છે.
લવિંગના તેલનો ઉપયોગ કરો એ પહેલાં નારિયેળ તેલ અને ઓલિવ ઓઇલ બન્ને મિક્સ કરો. આ માટે તમે એક ચમચી નારિયેળ તેલ લો અને એમાં એક ચમચી ઓલિવ ઓઇલ લો. પછી આ ત્રણથી ચાર ટીપાં લવિંગના તેલના એડ કરો. આ ત્રણેય તેલ બરાબર મિક્સ કરો. પછી રૂને તેલમાં ડિપ કરો અને મોંમા 10 મિનિટ માટે મુકી રાખો. આમ કરવાથી સોજા અને દુખાવો ગાયબ થઇ જશે. તમને સતત પેઢામાં દુખાવો અને સોજા આવે છે તો આ રીતે રૂ મુકવાનું શરૂ કરી દો. આ ઉપાયથી તમને રાહત થઇ જશે.