Home » photogallery » જીવનશૈલી » આવું કામ કરનારા લોકોનું વીર્ય વધુ શક્તિશાળી હોય છે! રિસર્ચ વાંચીને આંખો પહોળી થઈ જશે

આવું કામ કરનારા લોકોનું વીર્ય વધુ શક્તિશાળી હોય છે! રિસર્ચ વાંચીને આંખો પહોળી થઈ જશે

How to Higher Sperm Count: એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, જે વ્યક્તિ ભારે વસ્તુઓ ઉપાડવાનું કામ કરે છે તેના સ્પર્મ કાઉન્ટ આરામથી કામ કરનારા લોકો કરતાં વધુ હોય છે. આ સિવાય આવા લોકોના શુક્રાણુઓની ગુણવત્તા પણ સારી હોય છે.

  • 17

    આવું કામ કરનારા લોકોનું વીર્ય વધુ શક્તિશાળી હોય છે! રિસર્ચ વાંચીને આંખો પહોળી થઈ જશે

    How to Higher Sperm Count: આધુનિક જીવનશૈલીના કારણે વંધ્યત્વની સમસ્યા વધવા લાગી છે. પુરુષો માટે પણ આ સમસ્યા ઓછી નથી. પુરૂષોમાં શુક્રાણુઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે વીર્યની ગુણવત્તા પણ નબળી પડવા લાગી છે. જો શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તામાં ઘટાડો થાય છે, તો પિતા બનવાની શક્યતાઓ ધૂંધળી બની શકે છે.

    MORE
    GALLERIES

  • 27

    આવું કામ કરનારા લોકોનું વીર્ય વધુ શક્તિશાળી હોય છે! રિસર્ચ વાંચીને આંખો પહોળી થઈ જશે

    તેના માટે આધુનિક જીવનશૈલીમાં આળસુ દિનચર્યા માટે જવાબદાર હોઈ શકે છે. હવે એક રિસર્ચમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે, જે લોકો ઓછું શારીરિક કામ કરે છે, તેમનામાં સ્પર્મ કાઉન્ટ ઓછું હોય છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકો ભારે વજન ઉપાડતા હોય છે તેમનામાં સાધારણ નોકરી કરતા લોકો કરતાં 44 ટકા વધુ શુક્રાણુઓ હોય છે.

    MORE
    GALLERIES

  • 37

    આવું કામ કરનારા લોકોનું વીર્ય વધુ શક્તિશાળી હોય છે! રિસર્ચ વાંચીને આંખો પહોળી થઈ જશે

    હાર્વર્ડ ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકોએ આ અભ્યાસ કર્યો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, શારીરિક રીતે ડિમાન્ડિંગ જોબમાં કામ કરતા કર્મચારીઓના શુક્રાણુઓની સંખ્યા ઓફિસમાં કામ કરતા લોકો કરતાં 44 ટકા વધારે છે.

    MORE
    GALLERIES

  • 47

    આવું કામ કરનારા લોકોનું વીર્ય વધુ શક્તિશાળી હોય છે! રિસર્ચ વાંચીને આંખો પહોળી થઈ જશે

    અભ્યાસમાં સંશોધકોએ વંધ્યત્વની સારવાર લઈ રહેલા 370 લોકોના સ્વાસ્થ્ય અને કાર્યપદ્ધતિનું વિશ્લેષણ કર્યું હતું. આ તમામ દર્દીઓને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેમને સર્વેમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 57

    આવું કામ કરનારા લોકોનું વીર્ય વધુ શક્તિશાળી હોય છે! રિસર્ચ વાંચીને આંખો પહોળી થઈ જશે

    અભ્યાસના પરિણામોમાં જાણવા મળ્યું છે કે, જે પુરૂષોની નોકરીમાં ભારે વસ્તુઓ ઉપાડવાનું અથવા ખસેડવાનું કામ કરતા હોય તેમના વીર્યની સાંદ્રતા ભારે વસ્તુઓ ન ઉપાડનારા પુરૂષો કરતાં 46 ટકા વધુ હતી. જ્યારે તેમના શુક્રાણુઓની સંખ્યા પણ 44 ટકા વધારે હતી.

    MORE
    GALLERIES

  • 67

    આવું કામ કરનારા લોકોનું વીર્ય વધુ શક્તિશાળી હોય છે! રિસર્ચ વાંચીને આંખો પહોળી થઈ જશે

    અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, જે પુરૂષો નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા તેમના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર દિવસ દરમિયાન કામ કરતા લોકો કરતાં 24 ટકા વધારે હતું. જો કે, નાઇટ શિફ્ટના કામદારોમાં દિવસ દરમિયાન કામ કરતા લોકો કરતાં 45 ટકા વધુ એસ્ટ્રોજન સાંદ્રતા હતી.

    MORE
    GALLERIES

  • 77

    આવું કામ કરનારા લોકોનું વીર્ય વધુ શક્તિશાળી હોય છે! રિસર્ચ વાંચીને આંખો પહોળી થઈ જશે

    મુખ્ય સંશોધક લિડિયા મિંગુસે કહ્યું હતું કે, ‘અમારું સંશોધન ક્લાસમાં ભણાવવામાં આવતા બાયોલોજી કરતાં અલગ છે, જેમાં એવું કહેવામાં આવે છે કે, પુરુષ અને સ્ત્રીના હોર્મોન બંનેમાં હોય છે, પરંતુ અલગ અલગ પ્રમાણમાં હોય છે. જ્યારે અમે લોકો પર સંશોધન કર્યુ ત્યારે અમે એ જ પરિકલ્પના કરી હતી કે, ટેસ્ટોસ્ટેરોન વધુ હોય તો ઇસ્ટ્રોજનમાં પરિવર્તન આવે છે. બંને હોર્મોન શરીરમાં સંતુલિત રાખવાનો આ સરળ ઉપાય છે. આ સંશોધન પહેલાં સંશોધનના પરિણામો કરતાં બિલકુલ અલગ છે, જેમાં કહેવાયું છે કે, વધુ મહેનત કરનારા લોકોમાં સ્પર્મ કોન્સેન્ટ્રેશન અને સ્પર્મ કાઉન્ટ ઓછું હોય છે. જ્યારે શિફ્ટની સિમેનની ગુણવત્તા પર કોઈ અસર થતી નથી.’ તેમણે કહ્યુ હતુ કે, અમારા સંશોધનથી સાબિત થયું છે કે, ફિઝિકલી ડિમાન્ડિંગ જોબ પુરુષોમાં ટેસ્ટીકુલર ફંક્શનને ઘણી રીતે સુધારે છે.

    MORE
    GALLERIES