તદુપરાંત અતિશય ચિંતા કરવી, અતિશય પ્રવાસ કરવો, રાતના ઉજાગરા કરવા, ભૂખ્યા પેટે ફરવું, ખોરાક લીધા વગર કામ કરવું, માનસિક રીતે આખો દિવસ કંઈક ને કંઈક વિચાર્યા કરવું, આ બધી વસ્તુ પણ પેટમાં વાયુનું કારણ બની શકે છે. જે લોકોને વારંવાર વાયુ થતો હોય તો એવા લોકોએ વાસી ખોરાક ન લેવો જોઈએ. ખોરાક ગ્રહણ કરો એ ગરમ હોવો જોઈએ.