હાડકા મજબૂત બનાવે: લવનીત્ર બત્રાના જણાવ્યા અનુસાર સરસવના પાનમાં વિટામીનનો સ્ત્રોત સારો હોય છે. વિટામીન હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ સાથે જ હાર્ટને પણ હેલ્ધી રાખે છે. આટલું જ નહીં સરસવના પાનમાં વિટામીન કે હોય છે જે બ્લડ ક્લોટિંગમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તમારામાં કેલ્શિયમની ઉણપ છે તો તમે સરસવના પાનનો ઉપયોગ કરો. સરસવના પાનથી કેલ્શિયમની ઉણપ પૂરી થાય છે.
કેન્સરના જોખમને ઓછુ કરે: તમને જાણીને નવાઇ લાગશે કે સરસવના પાનમાં કેન્સરના જોખમને ઓછુ કરવાની તાકાત રહેલી છે. તમે કેન્સરના પાનને ડાયટમાં સામેલ કરો છો તો કેન્સર જેવી જીવલેણ બીમારીના જોખમને ઓછુ કરે છે. આ એક શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટસ છે જેમાં કેન્સર સામે લડવાની તાકાત રહેલી છે. સરસવનું શાક પણ તમે ખાઓ છો તો હેલ્થ માટે બેસ્ટ છે.
ઇમ્યુનિટી વધે: સરસવના પાનમાં રહેલા ગુણો તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. શિયાળામાં તમે સરસવાનું શાક અને બીજી વાનગીઓ ખાઓ છો તો ઇમ્યુનિટી વઘે છે. શરીરમાં ઇમ્યુનિટી સ્ટ્રોંગ થવાને કારણે તમે બીમાર ઓછા પડો છો. શરીરમાં જ્યારે ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય ત્યારે તમે અનેક બીમારીઓથી બચી જાવો છો.