Health care: લસણ અને મધ..બન્નેમાં શક્તિશાળી એન્ટીબાયોટિક ગુણો રહેલા છે જે આપણી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે. લસણ અને મધનું કોમ્બિનેશન શરીરમાં બીજા અનેક ઘણાં ફાયદાઓ કરે છે. લસણ અને મધનું સેવન તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં કરો છો તો સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ થાય છે. તો જાણો લસણ અને મધનું સેવન કરવાથી કઇ બીમારીઓને તમે જડમૂળમાંથી દૂર કરી શકો છો.
એલર્જીમાંથી રાહત અપાવે: ઘણાં લોકોને સ્કિનની એલર્જી થતી હોય છે. લસણ અને મધમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે જે તમને અનેક પ્રકારની એલર્જીમાંથી છૂટકારો અપાવે છે. આમ તમને શરીરમાં કોઇ એલર્જી છે અને તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં અને લસણ અને મધનું સેવન કરો છો તો દવા લીધા વગર સ્કિન એલર્જીમાંથી છૂટકારો મળી જશે.
ખીલ દૂર કરે: તમારા ફેસ પર ખીલ થાય છે અને તમે જડમૂળમાંથી દૂર કરવા ઇચ્છો છો તો દરરોજ રાત્રે લસણ અને મધનું સેવન કરવાનું શરૂ કરી દો. લસણ અને મધમાં રહેલા ગુણો ખીલને હંમેશ માટે દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલા બે કળી લસણ લો અને એક ચમચી મધ સાથે ખાઓ. આ તમે રાત્રે ઊંઘતી વખતે ખાઓ છો તો સવારમાં ઉઠીને ફેસ પર અસર જોવા મળે છે. આમ કરવાથી તમને ઉપરની દરેક બીમારીમાંથી છૂટકારો મળી જાય છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)