બર્થ ડે ગર્લ શેહનાજ ગિલને તમે આ પિંક સાડીમાં જોશો તો તમને એક જ નજરે ગમી જશે. આ ટાઇપની પિંક સાડી પહેરીને તમે પણ હોટ એન્ડ કુલ દેખાઇ શકો છો. શેહનાજની જેમ તમે પણ આ લુકને રિક્રેએટ કરી શકો છો. સિક્વેસિંગ સાડીઓ આ દિવસોમાં ખૂબ ફેશનમાં છે. આ પાર્ટી માટે એક પરફેક્ટ સાડી છે. કોઇ પણ પાર્ટીમાં તમે દેસી લુક મેળવવા ઇચ્છો છો તો આ ટાઇપનું ડ્રેસિંગ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. રોઝ બ્રોન્ઝ ગ્લિટરી મેક અપમાં શેહનાજ ગ્લેમરસ લાગી રહી છે. Image : Instagram/ Shehnaazgill
આ તસવીરમાં પણ તમે શેહનાજને પિંક સાડીમાં જોઇ શકો છો. આ સાડીમાં શેહનાજ ખૂબ જ મસ્ત લાગી રહી છે. ફ્લાવર પ્રિન્ટ તમને રિફ્રેશિંગ લુક ક્રિએટ કરે છે. ફ્લાવર પ્રિન્ટ દરેક લોકો પર સૂટ થાય છે. આ સાથે જ તમે બ્રાલેટ ડિઝાઇનનો બ્લાઉઝ પહેરો છો તો તમારો વટ પડી જાય છે. આ સાથે જ તમે પિંક સ્ટોનવર્કનો ચોકર અને કાનમાં હેવી ટોપ પહેરો છો તો ક્યૂટ દેખાવો છો. તમે લગ્ન કે રિસેપ્શનમાં આ લુક ક્રિએટ કરી શકો છો. Image : Instagram/ Shehnaazgill