New Yearમાં લોકો ઉજવણી કરવા આતુર હોય છે. પરંતુ, ઘણીવાર લોકો નવા વર્ષની ઉજવણી અને પાર્ટીઓમાં દારૂનું સેવન કરે છે. જે બાદ દારૂનો હેંગઓવર બીજા દિવસે પરેશાન કરે છે. હેંગઓવર થવા પાછળનું કારણ વધુ પડતું ડ્રિંકિંગ છે. ચાલો જાણીએ કે, હેંગઓવર કેમ થાય છે અને તેના શું ગેરફાયદા છે. આ ઉપરાંત, હેંગઓવરથી છુટકારો મેળવવા માટે કયા ખોરાક ખાવા જોઈએ.
Causes of hangover: આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આલ્કોહોલનું વધુ પડતું સેવન ખૂબ જ જોખમી છે. વધારે પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન, પેટ ખરાબ થવુ, બ્લડ શુગર ઓછુ થવું, બળતરા, થાક લાગે છે. જેના કારણે માથાનો દુખાવો, ઉલ્ટી, ઊંઘ ન આવવી, પેટમાં દુખાવો, ઝાડા, આંખોમાં ભારેપણું, મોં સુકવુ, એસિડિટી, ચક્કર આવવા, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
1. ડ્રિન્ગ્સની વચ્ચે પાણી પીવો: નશો ઉતારવા અથવા હેંગઓવરથી બચવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તે લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. માયોક્લિનિક મુજબ, દરેક પીણા પછી એક ગ્લાસ પાણી પીવું જોઈએ. જેના કારણે શરીરમાં ડીહાઈડ્રેશન નથી થતું અને બીજા દિવસે હેંગઓવરથી પણ બચી શકાય છે. આ સાથે હેંગઓવર થયા પછી પણ તમારે ઘણું પાણી પીવું જોઈએ. જેથી શરીરની ડીહાઈડ્રેશન સમાપ્ત થઈ શકે.
2. કાર્બ્સ વાળો ખોરાક<br />કાર્બ્સ ધરાવતા ખોરાકનું સેવન કરવાથી, આલ્કોહોલ લોહીમાં ધીમે ધીમે ઓગળી જાય છે. જેના કારણે પાર્ટીના બીજા દિવસે હેંગઓવર થવાની શક્યતાઓ ઘટી જાય છે. તમે બીજા દિવસે પીણાં સાથે કાર્બ્સ ખાઈ શકો છો અથવા કાર્બ્સ સાથેનો આહાર લઈ શકો છો. કેળા, પીનટ બટર, કેરી, પાસ્તા, બ્રેડ વગેરે કાર્બ્સ યુક્ત ખોરાક છે.