આજે નાની ઉંમરના યુવકોના માથામાં પણ ટાલ પડવા લાગી છે. (Hair fall) વાળ ખરવાનો પ્રશ્ન જેટલો મહિલા માટે વિકટ છે તેટલો પુરુષો માટે પણ છે. મહિલાઓના વાળ (Hair) તો લાંબા હોવાના કારણે તે હેરસ્ટાઇલ લઇને પણ થોડા સમય માટે છુપાવી શકે છે. પણ પુરુષો માટે વાળ ખરતા જ ટાલ (hair loss) પડવાની સમસ્યા ઊભી થાય છે. જેને છુપાવવી તેટલી સરળ નથી. જો કે હવે વિજ્ઞાન આગળ વધી ગયું છે અને હેર ટ્રાંસપ્લાન્ટ જેવા અનેક ઉપાયો તમારી પાસે હાજર છે. પણ વાત હાથમાંથી નીકળી જાય તે પહેલા જ જો થોડી માવજત કરી લેશો તો આ સ્થિતિ નહીં આવે. (hair loss treatment)
ડુંગળીના રસમાં તેવા અનેક ગુણો હોય છે જે વાળનો ગ્રોથ વધારવામાં અને ખરતા વાળને રોકવામાં મદદરૂપ થાય છે. જો તમારા વાળની ચામટી બહુ સેન્સીટીવ ના હોય તો તમે આ વસ્તુનો ટ્રાય કરી શકો. સૌથી પહેલા એક નાનો પેચ ટેસ્ટ કરો. જેમાં પાછળના ભાગમાં એક નાનકડા ભાગમાં ડુંગળીનો રસ લગાવો અને 15 મિનિટ રાખી સાફ કરી લો. જો આમ કરતા તમને અતિશય પીડા કે આવું કર્યાના એક બે દિવસમાં ત્યાં બળતરા કે ખંજવાયની સમસ્યા થતી હોય તો આ ઉપાય રહેવા દો. અન્યથા આટલું કરો.
એક મોટી ડુંગળીને મિક્સીની અંદર ક્રશ કરી લો. તે માટે તેમાં ડુંગળીના ટુકડા અને 2-3 ચમચી પાણી ઉમેરો. પછી આ ક્રશને તારી લો. હવે ખાલી ડુંગળી રસ બચશે. તેમાં તમે ઇચ્છો તો નારિયેળનું તેલ મિક્સ કરી શકો અથવા સીધું જ માથા પર અને ખાસ કરીને જ્યાં ટાલ પડે છે તે ભાગમાં આ લગાવો. યાદ રાખો ડુંગળીનો રસ વાળના મૂળમાં જવો જોઇએ. તે પછી બાકીના વાળ એટલે વાળના મૂળ સિવાયના ભાગમાં તમે એલોવેરા પણ લગાવી શકો છો. આમ કરીને 15 મિનિટ રાખો અને પછી જે રીતે તમે શેમ્પુ કરો છો તે કરી લો. સપ્તાહમાં એક થી બે વાર આવું કરો. જેથી વાળ ખરતા બંધ થાય.