ઉંમર વધવાની સાથે વાળ ખરવાની (hair loss) સમસ્યા વધે છે. જે પાછળ ખોડો, લાઇફસ્ટાઇલ, પોષ્ટીક અને પ્રોટીનયુક્ત ખોરાકનો અભાવ, હોર્મોનલ ચેન્જ જેવા અનેક કારણો કારણભૂત હોઇ શકે છે. જો કે સામાન્ય રીતે જ્યારે વાળ (hair growth) ખરે છે તો લોકો બજારમાંથી મોંધા પ્રોડક્ટ લાવાનું શરૂ કરી દે છે. પણ ખૂબ ઓછા લોકોને ખબર છે કે વાળની (hair) મજબૂત કરવામાં અને વાળને ખતરા રોકવા માટે સાદા સાદા ઘરેલૂ ઉપચાર પણ એટલા જ કારગર છે. દર વખતે ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. પહેલા આ ઉપચારોને અજમાવી જુઓ જો મેળ ન પડે તો ચોક્કસથી ડોક્ટરી સલાહ લો.
જો તમારા માથામાં ખોડો વધુ હોય દહીં લગાવાથી પણ ના જતો હોય. તો લીમડાની 5 થી 6 ડાળીઓ લાવો. તેને પાણીથી સાફ કરો. અને પછી ખલદસ્તાથી કૂટી દો કે પછી ક્રશ કરી લો. અને જરૂર મુજબ તેમાં ચમચી-બે ચમચી પાણી પણ ઉમેરો. અને પછી જે રસ નીકળે તેમાં થોડું નારિયેળનું તેલ મિક્સ કરીને માથામાં લગાવો અને 15 મિનિટ રહેવા દો. આ પછી સામાન્ય રીતે તમે જેમ સાબુ કે શેમ્પૂથી હેર વોશ કરો છો તે કરી લો. સપ્તાહમાં એક વાર આમ કરવાનું રાખો. જેથી ખોડા અને માથામાં ચામડીની જે સમસ્યા છે તે દૂર થશે.
સાથે જ વાળ ખરતા હોય તો ડુંગળીનો રસ લગાવો. ડુંગળીને ક્રશ કરી તેમાંથી જે જ્યૂસ છે તેને તમે સીધુ જ કે પછી વધુ બળતરા થાય તો નારિયેળના તેલની સાથે માથામાં લગાવો અને 15 મિનિટ પછી માથામાં શેમ્પૂ કરી લો. આમ કરવાથી ખોડાના પણ સમસ્યા ઓછી થશે. વાળનો ગ્રોથ પણ વધશે અને વાળ ખરતા પણ ઓછા થશે. સાથે જ પૌષ્ટીક પ્રોટીન યુક્ત ખોરાક અને કસરત કરવાનું રાખો. વાળને મસાજ કરવાનું રાખો. જેથી લોહીનું ભ્રમણ માથામાં સારી રીતે થતું રહે. Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત છે. તેનો ઉપયોગ કરતા પહેલા જાણકાર કે ડોક્ટરની સલાહ અચૂક લો. ન્યૂઝ 18 ગુજરાતી આ વાતની પુષ્ટી નથી કરતું.