Home » photogallery » જીવનશૈલી » લોખંડની કઢાઇમાં આ રીતે દહીં જમાવો અને ખાટું કરો: વાળમાં લગાવવાથી ગ્રોથ ફટાફટ વધે છે, નેચરલી સિલ્કી થાય છે

લોખંડની કઢાઇમાં આ રીતે દહીં જમાવો અને ખાટું કરો: વાળમાં લગાવવાથી ગ્રોથ ફટાફટ વધે છે, નેચરલી સિલ્કી થાય છે

Hair care: વાળમાં દહીં લગાવવાથી અનેક ઘણો ફાયદો થાય છે. આ સાથે જ લોખંડની કઢાઇમાં તમે આ રીતે દહીં જમાવો છો તો ખાટું થાય છે જે તમારા વાળને નેચરલી રીતે સિલ્કી કરવાનું કામ કરે છે.

  • 16

    લોખંડની કઢાઇમાં આ રીતે દહીં જમાવો અને ખાટું કરો: વાળમાં લગાવવાથી ગ્રોથ ફટાફટ વધે છે, નેચરલી સિલ્કી થાય છે

    લોખંડની કઢાઇમાં દહીં જમાવવા માટે સૌ પ્રથમ લોખંડની કઢાઇ લો અને એને બે વાર પાણીથી ધોઇ લો. પછી આ કઢાઇમાં એક કપ દૂધ નાંખો અને પછી ત્રણ મોટી ચમચી દહીં નાખો. આ દહીં તમે ખાટું નાખો છો તો સૌથી બેસ્ટ છે. હવે બરાબર મિક્સ કરી દો.

    MORE
    GALLERIES

  • 26

    લોખંડની કઢાઇમાં આ રીતે દહીં જમાવો અને ખાટું કરો: વાળમાં લગાવવાથી ગ્રોથ ફટાફટ વધે છે, નેચરલી સિલ્કી થાય છે

    કઢાઇ પર ઢાંકી દો અને પછી કબાટમાં મુકી દો. કબાટમાં મુકવાથી દહીં જલદી જામી જાય છે. પરંતુ તમને જણાવી દઇએ કે હાલમાં ગરમી હોવાથી તમે બહાર પણ ઢાંકીને મુકી શકો છો. હવે આ દહીંને ત્રણથી ચાર દિવસ સુધી તમે લોખંડની કઢાઇમાં બહાર જ ઢાંકીને રહેવા દો.

    MORE
    GALLERIES

  • 36

    લોખંડની કઢાઇમાં આ રીતે દહીં જમાવો અને ખાટું કરો: વાળમાં લગાવવાથી ગ્રોથ ફટાફટ વધે છે, નેચરલી સિલ્કી થાય છે

    ત્રણ દિવસ પછી જ્યારે તમે દહીંનું ઢાંકણ ખોલશો તો તમને એકદમ ખાટી સુગંધ આવશે. તો સમજી લો કે દહીંમા એકદમ ખટાશ આવી ગઇ છે. હવે આ ખાટું દહીં વાળમાં લગાવવા માટે સૌ પ્રથમ હેર વોશ કરી લો. હેર વોશ કર્યા પછી વાળ બરાબર સુકાઇ જાય એટલે ગુંચ કાઢીને બે મિનિટ માટે રહેવા દો.

    MORE
    GALLERIES

  • 46

    લોખંડની કઢાઇમાં આ રીતે દહીં જમાવો અને ખાટું કરો: વાળમાં લગાવવાથી ગ્રોથ ફટાફટ વધે છે, નેચરલી સિલ્કી થાય છે

    આ પ્રોસેસ થઇ જાય પછી આ ખાટું દહીં તમે જેમ મહેંદી લગાવીએ એ રીતે વાળમાં લગાવો. તમને દહીંમાં પાણી વધારે લાગે છો તો તમે કપડામાં લઇને પાણી નિતારી શકો છો. આ દહીંને વાળમાં લગાવો અને પછી વાળને બાંધી દો. ધ્યાન રહે કે આ વાળ તમારે ફિટ બાંધવાના નથી.

    MORE
    GALLERIES

  • 56

    લોખંડની કઢાઇમાં આ રીતે દહીં જમાવો અને ખાટું કરો: વાળમાં લગાવવાથી ગ્રોથ ફટાફટ વધે છે, નેચરલી સિલ્કી થાય છે

    એક કલાક રહીને હેર વોશ કરી દો. હેર વોશ કરતી વખતે તમારે શેમ્પૂ કે કન્ડિશનરનો ઉપયોગ કરવાનો નથી. હેર વોશ તમારે માત્ર નોર્મલ સાદા પાણીથી કરવાના રહેશે.

    MORE
    GALLERIES

  • 66

    લોખંડની કઢાઇમાં આ રીતે દહીં જમાવો અને ખાટું કરો: વાળમાં લગાવવાથી ગ્રોથ ફટાફટ વધે છે, નેચરલી સિલ્કી થાય છે

    હવે બે દિવસ પછી તમે નોર્મલ શેમ્પૂથી હેર વોશ કરો. આ રીતે દહીં જમાવીને તમે અઠવાડિયામાં એક વાર વાળમાં નાખો છો તો વાળને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે જેના કારણે એ સિલ્કી થાય છે અને ગ્રોથ પણ મસ્ત વધે છે. તમારા વાળ બહુ જ રફ છે તો આ દહીં તમારા માટે સૌથી બેસ્ટ સાબિત થાય છે. (નોંઘ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

    MORE
    GALLERIES