નારિયેળ તેલ: દરેક લોકોના ઘરમાં નારિયેળ તેલ હોય છે. નારિયેળ તેલ વિટામીન ઇ અને એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. આ તેલથી તમે વાળમાં મસાજ કરો છો તો ગ્રોથ વધે છે અને સાથે વાળ સિલ્કી પણ થાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે નારિયેળ તેલ હેલ્થ માટે પણ બેસ્ટ છે. હેલ્થની અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ નારિયેળ તેલ કરે છે.
ડુંગળીનું તેલ: ડુંગળીનો રસ અને તેલ વાળની અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. પહેલાંના સમયમાં અનેક લોકો વાળની તકલીફમાંથ બહાર આવવા માટે ડુંગળીના રસનો ઉપયોગ કરતા હતા. આમ, તમને જણાવી દઇએ કે સ્કેલ્પ પર આ તેલથી મસાજ કરો છો તો વાળની લંબાઇ સારી થાય છે. આ સાથે ડુંગળીના તેલનો તમે રેગ્યુલર ઉપયોગ કરો છો તો ખોડો અને હેર ફોલની સમસ્યા પણ દૂર થાય છે.