યુવક હોય કે યુવતી તમામને મજબૂત વાળ જ ગમે છે. આપણી લાઇફસ્ટાઇલ અને વાળમાં વધુ પડતા કેમિકલ લગાવીને સાચવાની ટેવ આપણને જ ઘણી અધરી પડે છે. આપણા વાળ ખરતા થઇ જાય છે અને સ્પ્લિટ એન્ડ પણ થઇ જાય છે. પ્રદૂષણ અને તાણના લીધે પણ વાળમાં અનેક સમસ્યાઓ થાય છે. એમાં ટ્રિમિંગ, પર્મિંગ, કલરિંગ, ડાઈ વગેરે વાળનાં મૂળને કમજોર કરી દે છે અને વાળ ઝડપથી ખરવા લાગે છે. વાળ ખરવાનાં અને સ્પ્લિટ એન્ડના સામાન્ય કારણોમાં શારીરિક પરિવર્તન, તાવ, સર્જરી, વિટામિનની ઊણપ, થાઈરોઈડ ડિસઓર્ડર, હોર્મોનલ ડિસઓર્ડર કે ટોક્સિકની સાઈડ ઈફેક્ટ વગેરે પણ શકે છે.
વાળને મજબૂત બનાવવા માટે ભોજનમાં દૂધ, ફળ, લીલાં શાકભાજી, પીળાં શાકભાજીનો સમાવેશ અવશ્ય કરો. ખૂબ પાણી પીઓ. કોઈપણ પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન થાય તો તરત ડૉક્ટરની સલાહ લો. (ડિસ્કેમર- ઉપરોક્ત જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતની તેની પુષ્ટી નથી કરતો. આ ઉપાય કરતા પહેલા જાણકારોની સલાહ લેવી જરૂરી છે)