Onion Skin Care Hacks : સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે ડુંગળી (Onion) નો ઉપયોગ કરવામાં આવે છે. અનેક લોકો વાળને સ્ટ્રોંગ અને સિલ્કી બનાવવા માટે ડુંગળીનો ઉપયોગ કરે છે. ડુંગળીનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત અને શાઈની બને છે. હવે સ્કીન કેર (Skin Care) માટે પણ ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર સ્કીન કેર માટે ડુંગળીનો ઉપયોગ કરવાની રીત ખૂબ જ ફેમસ થઈ રહી છે. ડુંગળીમાં એક ખાસ એન્ઝાઈમ હોય છે, જે ત્વચાને ફ્લેક્સિબલ, મુલાયમ અને ગ્લોઈંગ બનાવે છે. સ્કીન કેરમાં ડુંગળીનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ (Benefits) વિશેની અહીં જાણકારી આપવામાં આવી છે.
ખીલને દૂર કરવા માટે- ખીલ અને એક્નેની સમસ્યાને દૂર કરવા માટે ડુંગળીનું પેક ચહેરા પર લગાવી લો. ડુંગળીનું પેક બનાવવા માટે 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી મધ અને એક ડુંગળીની જરૂરિયાત રહેશે. હવે ડુંગળીની પેસ્ટ બનાવી લો અને તેમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ મિશ્ર કરી દો. હવે આ તમામ વસ્તુઓને યોગ્ય રીતે મિશ્ર કરી દો. હવે આ પેક ખીલ હોય ત્યાં લગાવી લો. 20 મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.