

આજે છે રક્ષાબંધન (RakshaBandhan 2020) ભાઇ બહેનના આ પવિત્ર પ્રેમના તહેવાર તમામ ભાઇઓ યથાશક્તિ પોતાની બહેનને કંઇકને કંઇ ભેટ આપે છે. ત્યારે કોરોના કાળમાં જો તમે પણ તમારી બહેનને તેવી કોઇ ભેટ આપવા માંગો છો જેનાથી તે પણ સ્વસ્થ રહે તો અમારી પાસે કેટલાક ખાસ આઇડિયા છે. ચોક્કસથી તમારી આ ભેટ તમારી બહેનના ચહેરા પર સ્માઇલ લાવશે. કારણે કે તમે તેના સ્વાસ્થયને લઇને ચિંતત છો. તો વાંચો આ લિસ્ટ


ફિટનેસ બેન્ડ : જો તમે બજેટમાં રહીને કોઇ ભેટ આપવા માંગો છો. તો આ એક સારો વિકલ્પ છે. તેનાથી તમારી બહેન ફિટનેસ પ્રત્યે સજાગ પણ બનશે. અને તેની હાર્ટ રેડ, કેલેરી બર્ન, કેટલા પગલાં ચાલ્યા તેની ગણતરી પણ તે કરી શકશે.<br />યોગા મેટ


કોરોના વાયરસમાં લોકો ઘરે રહીને યોગ કરીને શરીર સારું કરી રહ્યા છે. ત્યારે તમે પણ તેને યોગા મેટ ભેટ તરીકે આપી શકો છો.


સાઇકલ - સાઇકલ ફિટનેસ માટે એક સારો ઉપાય છે. તે આખા બોડીના બ્લડ સર્કુલેશનમાં પણ મદદ કરે છે. અને તે આખા શરીરનું વર્કઆઉટ કરાવે છે. જો તમારી બહેન નાની ઉંમરની છે તો તમે તેને આ ભેટ આપી શકો છો.


ટ્રેડમિલ - ભલે ટ્રેડમિલ થોડા મોંધા હોય છે પણ આ પણ એક સારી ગિફ્ટ છે બહેનને સ્વસ્થ રાખવાની. વળી કોરોના સમયમાં જો તે ઘરની બહાર ન નીકળી શકતી હોય કે વ્યસ્તતાનું બહાનું નીકાળતું હોય તો આ ભેટથી તે ઘરે જ કસરત કરી શકે છે.