લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલનાં સમયમાં કોરોનાથી બચવા દરરોજ કાઢા અને હેલ્ધી ફૂડનું સેવન કરવું આવશ્યક થઇ ગયુ છે. ત્યારે આ બધાની સાથે જો રૂટિનમાં એક સામાન્ય ફેરફાર કરી લેવામાં આવે તો ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. આ માટે આપે દરરોજ આદુનું પાણી પીવુ પડશે. જીંજર વોટરનો દરરોજ ઉપયોગથી તમારા બોડીનું મેટાબોલિઝમ સુધરશે. તેમજ જીંજર વોટરથી બેડ ફેટ ઝડપથી બર્ન થાય છે. જેથી કરીને વજન પણ ઘટશે.