

લાઇફસ્ટાઇલ ડેસ્ક: હાલની આ ડબલ સિઝન અને આપણી ખાણીપીણીની ખરાબ આદતની અસર આપણાં વાળ પર પડે છે તેમાં પણ કેમિકલ વાળા શેમ્પુનાં ઉપયોગ તેને વધુ ડ્રાળ બનાવી દે છે. ડ્રાય વાળ ઝડપથી તૂટી જતા હોય છે કેટલીક વખત તો વાળ ખરવાની સમસ્યા ખૂબ વધી જાય છે. પરંતુ જો વાળની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો આ સમસ્યાનો સામનો કરવો પડે છે અને તે દિવસે-દિવસે વધતી જાય છે. તો આ સમસ્યાને દૂર કરવા માટે ઘરેલું ઉપાય છે.


એક બાઉલ લો તેમા પાણી લો અને હવે તેમા એક નાનકડો ડુંગળીનો ટૂકડો કટ કરીને રાખી લો. સવારે ઉઠીને ડુંગળીનો રસ તેમા નીચવીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને હળવા હાથે સ્કેલ્પ પર લગાવો. 30-45 મિનિટ રાખીને તમે શેમ્પુથી વાળ ધોઇ લો.


1 ચમચી આદુના રસમાં 1 તાજા લીંબુનો રસ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો, તેને તમારા વાળમાં 2-3 કલાક માટે લગાવીને રાખો. તે બાદ નોર્મલ શેમ્પુ અને પાણીની સાથે વાળ ધોઇ લો.