તાઇપેઇ : "બિકીની ક્લાઇમ્બર" તરીકે પ્રસિદ્ધ થયેલી તાઇવાનની ગીગી વૂનું ખીણમાં પડી જવાથી મોત થયું છે. તાઇવાનની બચાવદળની ટીમે તેનો મૃતદેહ ખીણમાંથી બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. ગીગી બિકીની પહેરીને પર્વતોની ટોચ પર સેલ્ફી લેવા માટે જાણીતી હતી. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની આવી તસવીરો પોસ્ટ કરતી હતી.
જોખમી સ્ટન્ટ કરીને મીડિયામાં ચર્ચામાં રહેતી લીલી દુર્ઘટનાનો શિકાર બની હોય તેનું તાજેતરનું ઉદાહરણ છે. ગયા અઠવાડિયા કેલોફોર્નિયાના યોશેમાઇટ નેશનલ પાર્કમાંથી ભારતીય દંપતીનો મૃતદેહ મળ્યો હતો. બંનેનું ખીણમાં પડી જવાથી મોત થયું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે બંને સેલ્ફી લેવાના ચક્કરમાં નીચે ગબડી ગયા હતા.