લસણ રસોઇમાં સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. લસણમાં ખાટા રસ સિવાય બાકીના પાંચે (ગળ્યો, ખારો, તીખો, તૂરો અને કડવો) રસ રહેલા છે. જેમાં તીખો રસ મુખ્ય હોય છે. ગુણમાં તે ગરમ, તીક્ષ્ણ, રસાયન, પાચક, પચવામાં ભારે, વીર્યવર્ધક, ઝાડો સાફ કરનાર, ભાંગેલાં હાડકાંને મટાડનાર, બળવર્ધક, બુદ્ધિવર્ધક છે. એક કળીવાળું લસણ ઉત્તમ ગણાય છે. લસણ હૃદયના રોગો, વાયુના રોગો, કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત, અરુચિ, ઉધરસ વગેરે મટાડે છે. તો આજે આપણે લસણનાં કેટલાક ઉપાયો જોઇએ.
રાતે સૂતાં પહેલાં એક ચમચી ઓલિવ ઓઈલ અથવા સોયાબીન ઓઈલ સાથે લસણની પેસ્ટ લેવાથી લિવર સ્વચ્છ થવાની સાથે તે મજબૂત બનીને કાર્યરત રહે છે. લસણમાં વિટામિન સી, એ, બી અને જી તથા સલ્ફર, લોહ, કેલ્શિયમ ઉપરાંત નકામા બેકટેરિયાનો નાશ કરતું એલિસિન નામનું તત્વ છે. લસણની તાજી પેસ્ટમાં ડિપ્થેરિયા અને ટીબીના જીવાણુને નષ્ટ કરવાનો ગુણ છે.
હાઈપર ટેન્શન, હાઈ બીપીની તકલીફ થઈ હોય તો રોજ તાજા લસણની બે કળી ખાવાથી લોહીનું ભ્રમણ થાય છે. આ ઉપરાંત લસણ વિશે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં એવું જણાયું છે કે એનિમિયા, રૂમેટિક ડિસિઝ, કટિવા, ડાયાબિટીસ, હાઈપોગ્લાઈસેમિયા, અસ્થમા, ઊધરસ, એલર્જી, આંતરડાના વર્મ્સ પેરાસાઈટિક ડાયેરિયા અને કેન્સરની સારવારમાં ઉપયોગી છે. ઉપરાંત તે કબજિયાત દૂર કરવામાં ઉપયોગી છે.