Home » photogallery » જીવનશૈલી » Ganesh Chaturthi 2020 : 10 જ મિનિટમાં આ રીતે બનાવો બાપ્પાનો પ્રસાદ, 'માવાના મોદક'

Ganesh Chaturthi 2020 : 10 જ મિનિટમાં આ રીતે બનાવો બાપ્પાનો પ્રસાદ, 'માવાના મોદક'

આજે આપણે ગણપતિ બાપ્પા માટે ફટાફટ બનતા માવાના મોદક બનાવતા શીખીશું.

विज्ञापन

  • 14

    Ganesh Chaturthi 2020 : 10 જ મિનિટમાં આ રીતે બનાવો બાપ્પાનો પ્રસાદ, 'માવાના મોદક'

    ગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ભક્તો શ્રીજીના મનપસંદ મોદક અને લાડુ બનાવવીને પ્રસાદ ચઢાવે છે. આ વર્ષે જેમ ઘરે ઘરે માટીનાં ગણપતિની સ્થાપનાનું ચલણ છે તે જ રીતે પ્રસાદ પણ બહારથી લાવવાની જગ્યાએ ઘરે બનાવવાનું ચલણ વધ્યું છે. તો આજે આપણે ગણપતિ બાપ્પા માટે ફટાફટ બનતા માવાના મોદક બનાવતા શીખીશું.

    MORE
    GALLERIES

  • 24

    Ganesh Chaturthi 2020 : 10 જ મિનિટમાં આ રીતે બનાવો બાપ્પાનો પ્રસાદ, 'માવાના મોદક'

    માવાના મોદક માટેની સામગ્રી : 250 ગ્રામ માવો, 70થી 80 ગ્રામ સાકર કે ખાંડ, એલચી, ખાવાનો રંગ, કેસર.

    MORE
    GALLERIES

  • 34

    Ganesh Chaturthi 2020 : 10 જ મિનિટમાં આ રીતે બનાવો બાપ્પાનો પ્રસાદ, 'માવાના મોદક'

    માવાના મોદકની રીત : માવાને એકદમ છૂટો કરીને મસળી લો. મિકસરમાં પણ તમે માવાને મસળી શકો છો. હવે તેમાં સાકર નાખી પાછો માવો મસળી લો. પછી માવાને એક જાડા તળિયાવાળી કડાઈમાં ધીમી આંચ પર રાખી સાકર ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. મિશ્રણ કડાઈ છોડવા લાગે એટલે થોડુ લીસુ થાય ત્યારે એને ગેસ પરથી ઉતારી ઠંડુ કરવા માટે હલાવતાં રહો.

    MORE
    GALLERIES

  • 44

    Ganesh Chaturthi 2020 : 10 જ મિનિટમાં આ રીતે બનાવો બાપ્પાનો પ્રસાદ, 'માવાના મોદક'

    હવે તેમાં એલચીના દાણાનો ભૂકો અને કેસરને વાટી લો અને માવામાં મિક્સ કરી દો. જો સફેદનાં બદલે તમારે કોઇ અલગ પ્રકારનાં મોદક બનાવવા હોય તો તેમાં ખાવાનો કલર મિક્સ કરી શકો છો. મોદક બનાવવાના મોલ્ડ બજારમાં મળે છે તેમાં માવાનું પૂરણ ભરી, બંધ કરી, હલકા હાથે ખોલી મોદક બનાવી લો. બહાર મળતા તૈયાર મોદક જેવા જ મોદક આ રીતે તમે ઘરે બનાવી શકો છો.

    MORE
    GALLERIES