બેસનની પેસ્ટ: કપાળ પરની કાળશને સરળતાથી દૂર કરવા માટે તમે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલ લો અને એમાં ચણાનો લોટ લો અને એમાં હળદર મિક્સ કરો. આ મિશ્રણમાં થોડુ પાણી નાખો અને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને કપાળ પર લગાવો. આમ, તમે દરરોજ આ પેસ્ટ કપાળ પર લગાવો છો તો કાળાશ દૂર થઇ જાય છે અને સાથે સ્કિન પર ચમક આવે છે. આ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.
મધ અને લીંબુ: મધ અને લીંબુની પેસ્ટ તમે કાળા કપાળ પર લગાવો છો તો મસ્ત ગ્લો આવે છે અને સાથે સ્કિન સોફ્ટ થાય છે. આ માટે તમે લીંબુ અને મધ મિક્સ કરો અને પછી આ પેસ્ટ કપાળ પર લગાવો. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)