Home » photogallery » જીવનશૈલી » 5 TIPS જે આપના હાર્ટને હેલ્ધી અને લોહીને શુદ્ધ રાખશે

5 TIPS જે આપના હાર્ટને હેલ્ધી અને લોહીને શુદ્ધ રાખશે

હાર્ટને તાકાતવર બનાવવા માટે શરીરમાં ફાયબર યુક્ત આહાર ખુબ જરૂરી છે ત્યારે ચાલો હાલ વાત કરીએ એવાં પાંચ ખોરાક વિશે જે તમારું હાર્ટને હેલ્ધી અને લોહી શુદ્ધ રાખશે

विज्ञापन

  • 16

    5 TIPS જે આપના હાર્ટને હેલ્ધી અને લોહીને શુદ્ધ રાખશે

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ તાણ ભરેલી લાઇફ સ્ટાઇલમાં (lifestyle) આપણે આપણાં શરીરનું ચોક્કસ ધ્યાન રાખતા નથી જેને કારણે આપણને ખુબ બધી બીમારીઓમાંથી પસાર થવું પડે છે. હાલમાં કોરોનાની મહામારી વચ્ચે તો બને એટલી શરીરની કાળજી રાખવી, ડોક્ટર્સથી દૂર રહેવું પણ આવશ્યક છે તેથી જ ખાનપાનનું સારી રીતે ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે તેની સીધી અસર આપણાં હાર્ટ પર પડે છે. હાર્ટને (heart) તાકાતવર બનાવવા માટે શરીરમાં ફાયબર યુક્ત આહાર ખુબ જરૂરી છે ત્યારે ચાલો હાલ વાત કરીએ એવાં પાંચ ખોરાક (food) વિશે જે તમારું હાર્ટ રાખશે હેલ્ધી અને લોહી રાખશે શુદ્ધ

    MORE
    GALLERIES

  • 26

    5 TIPS જે આપના હાર્ટને હેલ્ધી અને લોહીને શુદ્ધ રાખશે

    1.ફાયબર યુક્ત ખોરાક ભરપુર માત્રામાં લો- ફ્રુટ્સ ઉપરાંત એવાં શાકભાજી અને કઠોળનું સેવન વધારો જેમાં ફાયબરનું પ્રમાણ ભરપુર માત્રામાં હોય. કેળા, દાડમ, ઓટમીલ, ફણગાવેલા કઠોળ તમારા રૂટિન ખોરાકમાં વધારો

    MORE
    GALLERIES

  • 36

    5 TIPS જે આપના હાર્ટને હેલ્ધી અને લોહીને શુદ્ધ રાખશે

    2. ગ્રીન ટીનું સેવન કરો- ગ્રીન ટી ન ફક્ત તમારું વજન ઉતારવામાં મદદ કરે છે. પણ તે તમારા શરીરમાં લોહી શુદ્ધ કરે છે અને સાથે સાથે તમારા હાર્ટને પણ હેલ્ધી રાખે છે.

    MORE
    GALLERIES

  • 46

    5 TIPS જે આપના હાર્ટને હેલ્ધી અને લોહીને શુદ્ધ રાખશે

    3.ખુબ બધુ પાણી પીઓ- તમારે કોઇપણ રોગનો સામનો કરવો હોય તો તે માટે તમારા શરીરમાં પાણીનું પ્રમાણ સંતુલીત રાખવું પડે. તે માટે તમારે દરરોજનું ઓછામાં ઓછું 4-5 લીટર પાણી પીવું જ જોઇએ. આ ટેવ તમારું હાર્ટ હેલ્ધી રાખશે.

    MORE
    GALLERIES

  • 56

    5 TIPS જે આપના હાર્ટને હેલ્ધી અને લોહીને શુદ્ધ રાખશે

    4.અખરોટ અને અંજીરનું સેવન- તમારા રૂટીનમાં અખરોટ અને અંજીરનું સેવન અવશ્ય કરો. દરરોજ સવારે અખરોટ અને અંજીર ખાવાની ટેવ તમારા હાર્ટને હેલ્ધી રાખશે.

    MORE
    GALLERIES

  • 66

    5 TIPS જે આપના હાર્ટને હેલ્ધી અને લોહીને શુદ્ધ રાખશે

    5. બિટનું સેવન કરો- બિટનું સેવન કરવાથી લોહીને સ્વસ્થ અને પતલું બનાવે છે જેનાંથી હાર્ટ સંબંધીત કોઇપણ તકલીફ થતી નથી. તેથી જ શીયાળાનાં સમયમાં બિટનું સેવન દરરોજ કરવું જોઇએ

    MORE
    GALLERIES