લાઇફસ્ટાઇલ ડેસ્ક : આપણાં વડીલો સલાહ આપે છે કે રોજ એક ચમચી મેથીનાં દાણા ખાવાથી ઘણાં ફાયદા થાય છે. આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં કડવી, તીખી, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે આવશ્યક માત્રામાં રહેલાં છે. ભારતમાં આપણે મેથીના દાણાનો મસાલામાં ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે જોઇએ આ નાનકડા મેથીનાં દાણાનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરવાથી વજન નિયંત્રિત થવાની સાથે સાથે અનેક ફાયદા થાય છે.