લગ્ન હોય કે કોઇ પણ પાર્ટી..હોટ દેખાવવા માટે છોકરીઓ અનેક ઘણો પ્રયત્ન કરતી હોય છે. સાડી નોર્મલ હોય અને તમે બ્લાઉઝ ફેશનેબલ સ્ટિચ કરાવો છો તો તમારો વટ પડી જાય છે. આ સાથે જ તમને હોટ લુક મળે છે. હોટ લુક માટે તમે દોરી બ્લાઉઝ સ્ટિચ કરાવી શકો છો. આ આઇડિયા તમે અહીંથી લઇ શકો છો. આ ડિઝાઇન લહેંગા અને સાડી એમ બન્ને સાથે તમે કેરી કરી શકો છો. આમાં પાછળ તમે બે દોરી કરાવો છો તો મસ્ત લાગે છે. આ લટકણ હાલમાં બહુ ટ્રેન્ડમાં છે.
થિક હોલ્ટર શેપ પણ તમે ટ્રાય કરી શકો છો. આમાં તમને સુપર હોટ લુક મળે છે. આ ટાઇપના બ્લાઉઝમાં તમને એક્ટ્રેસ જેવી ફિલીંગ આવે છે. ઇશા અંબાણીના લગ્નમાં દિપીકા પાદુકોણે આ ડિઝાઇનને રેડ કલરની સુંદર સાડી સાથે કેરી કર્યો હતો. એની સાડીને દિપીકાએ હોલ્ટર નેક સાથે કેરી કર્યો હતો. દિપીકા આ સાડીમાં કેટલી હોટ લાગે છે એ તમે જોઇ શકો છો.
સિંગલ ડોરીનેક બ્લાઉઝ પણ તમને હટકે લુક આપે છે. સોનાક્ષી સિન્હાની જેમ તમે આ રીતે લુકને કમ્પ્લીટ કરી શકો છો. સોનાક્ષી સિન્હાએ ફિલ્મ દબંગ 3માં પહેરી હતી. આ બહુ સિમ્પલ હોય છે, પરંતુ તમે એને સ્ટાઇલીશ બનાવવા ઇચ્છો છો તો આમાં સુંદર તમે લટકણ પણ કરાવી શકો છો. આ લટકણમાં તમે કોન્ટ્રાસ કલરનું લટકણ પણ કરાવી શકો છો. આમ તમને એક મસ્ત લુક આપે છે.