Home » photogallery » જીવનશૈલી » મોંધા લીંબુનાં આ 5 સરળ ઉપાય કરશે ખીલની સમસ્યા દૂર, ચહેરો કરશે Glow

મોંધા લીંબુનાં આ 5 સરળ ઉપાય કરશે ખીલની સમસ્યા દૂર, ચહેરો કરશે Glow

Lemon For Skin: હાલના કોરોના કાળમાં આપણી લાઇફ સ્ટાઇલ ખૂબ બદલાઇ ગઇ છે. આપણે જેવું ખાન પાન હોય છે તેની સીધી અસર આપણા શરીર પર પડે છે. ક્યારેક વજન વધવા, પ્રદૂષણ કે હોર્મોના કારણે ચહેરા પર ખીલ થવા લાગે છે. ત્યારે લીબુંના આ ઉપચાર તમારા આ સમસ્યામાં મદદરૂપ થઇ શકે છે.

विज्ञापन

  • 16

    મોંધા લીંબુનાં આ 5 સરળ ઉપાય કરશે ખીલની સમસ્યા દૂર, ચહેરો કરશે Glow

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આ ગરમીનાં સમયમાં બહાર તડકામાં નીકળીને પાર્લરમાં ગયા કરતાં ઘરે બ્યૂટી ટિપ્સને (Beauty tips) ફોલો કરીને તમે પણ ચહેરા પર સુંદર નિખાર લાવી શકો છો. જો કે ચહેરાને ગૌરવર્ણ આપવા માટે લીંબુ શ્રેષ્ઠ ઉપાયમાંથી એક છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે અને તે એક નેચરલ બ્લીચ પણ છે. અમે જાણીએ છીએ કે હાલમાં લીંબુનો ભાવ ઘણો વધારે છે. પણ આ જ કારણે આજે અમે તમારી માટે લીંબુના તેવા પાંચ ઉપાયો લઇને આવ્યા છીએ જે તમારા ખીલની સમસ્યાને પણ કાબુમાં કરવામાં મદદરૂપ થશે અને આ ઉનાળાની સિઝનમાં જો લગ્ન પ્રસંગ આવે તો તેવાં સમયે તમારા ચહેરા પર નિખાર પણ લાવશે. તે પણ તમે પાર્લરમાં જઇ ફેશિયલ પાછળ જે ખર્ચો કરો છો તેનાંથી તો ઘણો જ સસ્તામાં આ ઉપાય તમને પડશે.

    MORE
    GALLERIES

  • 26

    મોંધા લીંબુનાં આ 5 સરળ ઉપાય કરશે ખીલની સમસ્યા દૂર, ચહેરો કરશે Glow

    સ્નાન કરતા પહેલા લીંબુને ચહેરા પર રગડો. તેનો રસ સૂકાઇ જાય પછી ચહેરો સાફ કરી લો. વધુમાં તમે નહાવાના પાણીમાં પણ લીંબુનો રસ મિક્સ કરી શકો. વધુ ખીલ થતા હોય તો દર એક કલાક ચહેરા પર લીબુંનો રસ લગાવતા રહો. જેથી થોડાક દિવસમાં ખીલની સમસ્યાથી રાહત મળી જશે.

    MORE
    GALLERIES

  • 36

    મોંધા લીંબુનાં આ 5 સરળ ઉપાય કરશે ખીલની સમસ્યા દૂર, ચહેરો કરશે Glow

    લીંબુના રસમાં ગ્લિસરીન અને ખાંડ મિક્સ કરીને રગડવાથી ખીલની સમસ્યાથી ફેર પડે છે. તે સિવાય તેનાથી સન ટેનની સમસ્યા પણ દૂર થાય છે.

    MORE
    GALLERIES

  • 46

    મોંધા લીંબુનાં આ 5 સરળ ઉપાય કરશે ખીલની સમસ્યા દૂર, ચહેરો કરશે Glow

    તજ અને લીંબુ ખીલ માટે સૌથી અસરકારક ઉપાય છે. તજને પીસીને તેનો પાઉડર બનાવી લો. 1/4 ચમચી પાઉડરમાં થોડાક લીંબુના ટીંપા ઉમેરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી લો. એક કલાક પછી તેને ધોઇ લો. ખીલની સમસ્યાથી રાહત મળી જશે.

    MORE
    GALLERIES

  • 56

    મોંધા લીંબુનાં આ 5 સરળ ઉપાય કરશે ખીલની સમસ્યા દૂર, ચહેરો કરશે Glow


    અડધી ચમચી લીંબુના રસ અને હળદર લો. તેમાં એક ચમચી ગરમ પાણી આ મિશ્રણ ગરમ કરો. અને આ પેસ્ટને થોડી ઠંડી થતા ચહેરા પર લગાવો. સૂકાઇ ગયા પછી ચહેરાને બરાબર ધોઇ લો, ચહેરા પરથી ખીલ તેમજ તેના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે.

    MORE
    GALLERIES

  • 66

    મોંધા લીંબુનાં આ 5 સરળ ઉપાય કરશે ખીલની સમસ્યા દૂર, ચહેરો કરશે Glow

    જો તમારી ત્વચા ઓઇલી છે તો રાત્રે સૂતા પહેલા એક ચમચી મલાઇમાં થોડાક લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર લગાવી લો. સવારે ચહેરાને સાફ પાણીથી ધોઇ લો, તેનાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થશે અને સાથે જ ત્વચા પરના ઓઇલની સમસ્યાથી પણ રાહત મળશે. Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. ઉપયોગમાં લેતા પહેલા જાણકાર કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

    MORE
    GALLERIES