આમ તો મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક (Benefits of Makhana) અને અનેક ગુણોથી ભરપૂર છે, પરંતુ જો તેને સવારે ખાલી પેટ ખાવા (Empty Stomach)માં આવે તો તે અન્ય ઘણી રીતે સ્વાસ્થ્ય (Health)ને સુધારવામાં પણ મદદરૂપ છે. તેને હળવા ઘીમાં શેકીને સવારે એક મુઠ્ઠી ખાવાથી શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બ્સ અને પ્રોટીનની ઉણપ તરત જ પૂરી થાય છે. તે ગ્લુટેન ફ્રી પણ છે. સવારે મખાના ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ, ફેટ અને સોડિયમનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે અને હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
OnlyMyHealth મુજબ મખાનામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને આયર્ન પ્રચૂર પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે. મખાનામાં હેલ્ધી ફેટ, ફોસ્ફરસ, વિટામીન અને કેલરી પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેથી તેને સવારે ખાલી પેટે ખાવાથી વધુ ફાયદો થાય છે. ચાલો જાણીએ ખાલી પેટ મખાના ખાવાથી થતા ફાયદાઓ વિશે.
વજન ઘટાડવામાં મદદરૂપ- જો તમારે વજન ઓછું કરવું હોય તો ખાલી પેટે મખાનાનું સેવન કરો. મખાનામાં હાજર તત્વો વજન ઘટાડવામાં અસરકારક છે. સવારે ખાલી પેટે મખાના ખાવાથી પેટ ભરેલું લાગે છે, જેનાથી દિવસભર ભૂખ ઓછી લાગે છે. તે શરીરમાં પોષક તત્વોની ઉણપને પણ દૂર કરે છે. મખાના ખાવાથી તમે દિવસભર એનર્જેટિક રહેશો અને ઓવર ઇટિંગથી પણ બચી શકશો.