યોગાસન તમામ ઉંમરના લોકો માટે લાભકારી સાબિત થઇ શકે છે. યોગ કરવાથી શરીર લચીલું અને સુડોળ રહે છે. નિયમિત યોગ કરવાથી શરીરને અનેક લાભ થાય છે આ વાત હવે આખી દુનિયા માને છે. ત્યારે આજે અમે તમને કેટલાક તેવા યોગાસન વિષે જણાવીશું જે તમારા હાથ અને પગને મજબૂત કરવાની સાથે તમારી ડાયજેસ્ટીવ સીસ્ટમ પણ સુધારશે. તો સ્વસ્થ રહેવા માટે રોજ આ યોગસનોનો કરતા રહો.
ભુજંગાસન (Cobra Pose) ભુજંગાસનમાં યોગ કરનારને છાતીનો ભાગ ફોટોમાં બતાવ્યો તે રીતે ઊંચો કરવાનો છે. આ આકૃતિમાં કરોડ રજ્જુ પર દબાવ પડે છે. અને તેને જૂની સ્થિતિમાં જવામાં મદદ મળે છે. આ યોગાસન સૂર્ય નમસ્કારનો એક ભાગ પણ છે. જે તમારા શરીરને લચીલું રાખે છે. શરૂઆતમાં યોગમાં થાય એટલી જ કસરત કરવાની અને ધીરે ધીરે આ તમામ કસરતો વ્યવસ્થિત થાય તેવો પ્રયાસ કરવાનો. જો કે દુખાવો વધે તો આ કસરત રહેવા દેવી અને કરતા પહેલા વિશેષજ્ઞની સલાહ લેવી.