લોખંડ- ધાતુ શનિદેવની પ્રિય ધાતુ છે. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે શનિવારે લોખંડનું દાન અને પૂજન કરવું જોઈએ. પણ આ દિવસે ઘરે લોખંડ લાવવું મુસીબતોને આમંત્રણ આપવા સમાન છે. ઘર પરિવારથી શનિદેવના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે કાળા ઘોડાની નાળ જે ઘોડાના પગથી ઉતરી કે પડી ગઈ હોય તે શનિવારે સિદ્ધ યોનિ એટલે પુષ્ય રોહિણી શ્રવણ નક્ષત્ર હોય કે ચતુર્દશી તિથિમાં ઘરે લઈ આવવી.