દિવાળી (Diwali 2020) નજીક આવતા જ ગૃહિણીઓ સમતે ઘરના લોકો દિવાળીમાં(Diwali)ઘરની સફાઇમાં મંડી પડે છે. પણ જો તમારે ભારે મહેનત કરી થાકવું ના હોય તો અમે તમારા માટે કેટલીક તેવી ટીપ્સ લાવ્યા છીએ જેમાં તમારે ઓછી મહેનતે ફટાફટ ઘરની સફાઇ (house cleaning) થઇ જશે. અમે ઘર પણ ચમકી જશે. આ લેખ અમે તમારા માટે ઘરની સફાઇની કેટલીક ટિપ્સ લાવ્યા છીએ.(House Cleaning Diwali tips) જે તમારા ખૂબ કામમાં આવી શકે છે. દિવાળીની સફાઇ માટે બેંકિંગ સોડા અને વ્હાઇટ વિનેગર તથા લીંબુનો આ ઉપાય તમને બજારના મોંઘા પ્રોડક્ટ કરતા પણ સારું પરિણામ આપી શકે છે.
પાણીના શાવરની સફાઇ માટે શાવરને નીકાળી તેને વિનેગર કે કોકાકોલા ભરેલી પ્લાસ્ટિકની થેલીમાં મૂકી દો. થોડીવાર રાખી ગરમ પાણીથી શાવર મૂકો બધો ક્ષાર પણ નીકળી જશે અને શાવર ચોખ્ખો થઇ જશે. આમ દિવાળીની સફાઇમાં વ્હાઇટ વિનેગર, લીંબુ અને બેકિંગ સોડોના આ નાનો નુસખો ટ્રાય કરશો તો ઘર ઓછી મહેનતે ચમકી ઉઠશે. અને લોકો તમારી ચોખ્ખાઇના વખાણ કરશે.
અરીસાની સફાઇ માટે કાપડ નહીં પણ ટિસ્યૂ પેપર કે જૂના છાપાનો ઉપયોગ કરો. આ માટે અરીચાના કાચ પર પહેલા અરીઢાનું પાણી સ્પ્રે કરો. કે પછી તમે કોઇ સાબુનું પાણી પણ લઇ શકોય પછી ભીના કપડાથી અરીસો સાફ કરો. અને છેલ્લે ટિશ્યૂ પેપર કે ન્યૂઝ પેપરથી અરીસો સાફ કરો. એકદમ સરસ રીતે સાફ થઇ જશે.<br />Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની કોઇ પુષ્ટી નથી કરતું. આને ઉપયોગમાં લેવા પહેલા જાણકારની સલાહ લેવી જરૂરી છે.