Diwali 2022 Recipes: ઘરે આવતા મહેમાનોને આ 7 ટ્રેડિશનલ નાસ્તાની કરાવો મોજ, વાહવાહી થઇ જશે
Diwali 2022 Recipes: દિવાળી સેલિબ્રેશનની તૈયારીઓ દરેક લોકોના ઘરમાં ચાલી રહી છે. દિવાળીના આ તહેવારમાં અનેક લોકોએ ઘરમાં નાસ્તા બનાવવાની તૈયારીઓ કરી લીધી છે. દિવાળીના તહેવારની રોનક કંઇક અલગ જ હોય છે. તો આજે અમે તમને કેટલીક એવી વાનગીઓ બતાવીશું જે તમે આવનાર મહેમાનનો નાસ્તામાં આપો છો તો મસ્ત લાગે છે.
ધૂધરા- દિવાળીના તહેવારમાં ધૂધરા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. આ દિવાળીમાં તમે માવાના તેમજ ડ્રાય ફ્રૂટ્સ ઘૂધરા ઘરે બનાવી શકો છો.
2/ 7
મઠરી- મઠરી એક પારંપારિક સ્નેક્સ છે. મોટાભાગના લોકો દિવાળીમાં મઠરી ઘરે બનાવતા હોય છે. મેંદા અને મસાલામાંથી તૈયાર થતી મઠરી ખાવાની મજા કંઇક અલગ જ આવે છે.
विज्ञापन
3/ 7
ચેવડો- દિવાળી સેલિબ્રેશનમાં ચેવડો ના હોય તો ખાવાની મજા આવતી નથી એમ કહીએ તો પણ ચાલે. ચેવડા વગર દિવાળીનો તહેવાર અધૂરો લાગે છે. ચેવડામાં તમને આજકાલ અનેક પ્રકારની વેરાયટી જોવા મળે છે જેમાંથી તમે સરળતાથી ઘરે ગમે તે એક પ્રકારનો ચેવડો બનાવી શકો છો.
4/ 7
સિંગની ચિકી- દિવાળીના નાસ્તામાં તમે કંઇક અલગ કરવા ઇચ્છો છો તો સિંગની ચિકી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. સ્વાદથી ભરપૂર સિંગની ચિકી હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે.
5/ 7
ચકરી- મહારાષ્ટ્રનો ફેમસ નાસ્તો ચકરી છે, જે દિવાળીના તહેવારમાં તમે મોટાભાગનાં લોકોના ઘરમાં જોઇ શકો છો. ચકરીમાં પણ હવે અનેક જાતની વેરાયટી આવે છે. પરંતુ જો તમે આ ચકરી બહાર કરતા ઘરે લાવીને બનાવો છો તો ટેસ્ટ કંઇક અલગ જ આવે છે અને ખાવાની પણ મજા આવે છે.
विज्ञापन
6/ 7
નમકીન પારા- નમકીન પારા વિશે બહુ ઓછા લોકો જાણે છે. નમકીન પારા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. નમકીન પારામાં પણ તમને અનેક પ્રકારની વેરાયટી હવે જોવા મળે છે. નમકીન પારા બનાવવાની રીત તમને યુટ્યુબ પરથી સરળતાથી મળી રહે છે.
7/ 7
રોસ્ટેડ કાજુ- ઘરમાં આવેલા મહેમાનોને તમે રોસ્ટેડ કાજુ આપો છો તો તમારા વખાણ થઇ જાય છે. રોસ્ટેડ કાજુ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. દિવાળીના તહેવારમાં રોસ્ટેડ કાજુ તમારે નાસ્તામાં બનાવવા જ જોઇએ.