લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દીવાળીને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે જો તમે પણ આ વખતે ચહેરાની સુંદરતા વધારવા ઇચ્છો છો તો તે માટે રસોડાનો ચક્કર મારી લો. આપણાં રસોડામાં ચહેરા અને વાળની સુંદરતા માટે ઘણી વસ્તુઓ છે જેની મદદથી આપણે સુંદર દેખાઇ શકીએ છીએ.. એટલું જ નહીં આ ઉપાયોથી આપ કેમિકલ રહિત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરશો. આ કેમિકલ યુક્ત લોશન ક્રીમ, સીરમમાં કેમિકલ્સભરપુર હોય છે જે લાંબા ગાળે આપણી સ્કિનને નુક્શાન જ પહોંચાડે છે. ત્યારે ચાલો આ વખતે ઘરેલું ઉપાયથી જ ચહેરાની ચમક અને સુંદરતા વધારીએ અને તમામ સમસ્યા દૂર કરીએ.