દિવાળી (Diwali 2020) આવવાની સાથે શિયાળાની (winter tips) પણ શરૂઆત થઇ જાય છે. અને સાથે જ ચામડી (beauty tips) થોડી શ્યામ, સૂકી અને કડક થઇ જાય છે. શિયાળામાં જો તમે તમારી ચામડીનું યોગ્ય ધ્યાન નહીં રાખો તો તે ફાટી પણ જશે. અને સૂકી સ્કીન પર મેકઅપ બરાબર ન લગતા દિવાળીના તમારા સેલ્ફીની ચમક પણ બગડી શકે છે. માટે જ શિયાળાની આ ઋતુમાં ચામડીની ચમક સારી રાખવી હોય તો બસ કરો આ ઉપાય જેનાથી તમારી સ્કીનનો નેચરલ ગ્લો જળવાઇ રહેશે.
કેળાનો ફેસપેક બનાવવા માટે તમારે અડધું કેળી અને હાફ સ્પૂન મધ જોઇશે. જો તમને ખીલની સમસ્યા હોય તો આ મિશ્રણમાં તમે લીમડાના પાનનો 2 થી 5 ટીપા રસ પણ રેડ કરી શકો. આ માટે પહેલા કેળાને ક્રશ કરો. તેનો મધ ઉમેરા. પછી ચહેરાને પહેલા કાચા દૂધ અને કોટનથી બરાબર સાફ કરો. પછી ચહેરો પાણીથી સાફ કરી લો. હવે આ પેસ્ટ તમે ચહેરા પર લગાવો. પછી આ ફેસપેકને 10 મિનિટ પછી કોટનથી સાફ કરી ચહેરાને પાણીથી સાફ કરી લો.
કેળાનો હેર પેક- વાળની સુંદરતા વધારવા માટે તમે કેળાનો હેર પેક પણ બનાવી શકો છો. આ માટે તમારે વાળીની લંબાઇ મુજબ એક કે બે કેળા. 1 કપ દહીંની જરૂર પડશે. આ માટે કેળા અને દહીંને ભેંગુ કરી તેમાં મિક્સર ગ્લાઇન્ડર ફેરવી સ્મૂધ પેસ્ટ બનાવો. પેસ્ટ પતળી કરવી હોય તો તેમાં તમે ગુલાબજળ કે પાણી ઉમેરી શકો છો. આ પછી આ પેસ્ટને વાળના મૂળથી એન્ડ સુધી લગાવો. 30 મિનિટ સુકાવા દો. અને પછી માથું શેમ્પુ કરી લો. વાળ એકદમ ચમકીલા અને સરસ બની જશે.