દિવસભર કામ, તણાવ અને થાક તમારી સેક્સ લાઈફને અસર કરે છે. જે માટે યોગ અને કસરતો તો કારગત છે જ પરંતુ તેમાં પણ ધનુરાસનના રોજનો અભ્યાસ આ કારણમાં ફાયદાકારક બની શકે છે. આ આસનથી પુરુષોમાં ઈરેક્ટાઈલ ડિસ્ફંકશનની સમસ્યા દૂર થાય છે સાથે મહિલાઓમાં પણ કામેચ્છા વધારે છે. આ ઉપરાંત, આ આસનના નિયમિત અભ્યાસ દ્વારા પ્રજનન ક્ષમતા અને પીરિયડ્સમમાં પણ આરામ રહે છે. સાથે જ કમર તથા પીઠના દર્દમાં પણ આરામ મળે છે.
હવે બંને હાથની મજબૂત પકડ રાખી બંને પગ ખેંચો અને સાથે સાથે આગળથી ધડને નાભિ સુધી ઊંચું કરી શરીરને ધનુષ્યાકાર કરો. માથું પાછળ ઝુકાવી આકાશ તરફ જુઓ. આ સમયે નાભિની ઉપર અને નીચેનો માત્ર ચાર આંગળ જેટલો શરીરનો ભાગ જ જમીન પર અડકેલો હશે. ઉરુ અને પેટના બીજા ભાગ જમીનથી અધ્ધર હશે. અને બંને પગ માથું ને બરડો એક રેખામાં હશે એટલે કે વળેલા કે વાંકા નહીં હોય.