Home » photogallery » જીવનશૈલી » Detox Water એટલે શું? ડિટોક્સ વોટર રોજ પીવાથી થશે આટલા બધા ફાયદા

Detox Water એટલે શું? ડિટોક્સ વોટર રોજ પીવાથી થશે આટલા બધા ફાયદા

ડિટોક્સ વોટર શરીરની ઘણી તકલીફોને ઓછી કરવામાં મદદ કરે છે. તે શરીરને હાઈડ્રેટ તો કરે જ છે, પણ શરીરમાં વધતા ટોક્સિનને પણ ઓછા કરે છે. તો ચાલો જાણીએ તેનાથી જોડાયેલી વાતો.

  • 16

    Detox Water એટલે શું? ડિટોક્સ વોટર રોજ પીવાથી થશે આટલા બધા ફાયદા

    Detox Water Benefits: અત્યારે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે પોતાના માટે પણ લોકો પાસે સમય નથી રહ્યો. વ્યસ્ત જીવનમાં ફસાયેલા લોકોને વજન ઓછું કરવા અને હેલ્થ બેનિફિટ્સ માટે ઘણાં કલાકો સુધી મહેનત કરવી પડે છે. તેવામાં ડિટોક્સ વોટર તકલીફો ઓછી કરવામાં તમને ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડિટોક્સ વોટર તમારા શરીરને ડિહાઇડ્રેટ રાખે છે. અને શરીરમાં વધતા ટોક્સિન્સને ઘટાડવામાં પણ મદદ કરે છે. ડિટોક્સની પ્રક્રિયા શરીરમાં શરૂ થાય તે સાથે જ તેનો પ્રભાવ શરીરના બીજા અંગો પર દેખાવા લાગે છે. જેમકે સ્કીન હેલ્ધી દેખાવા લાગે છે. પાચન સારૂ થાય છે અને વજન પણ ઘટવા લાગે છે. (તસવીર: Shutterstock)

    MORE
    GALLERIES

  • 26

    Detox Water એટલે શું? ડિટોક્સ વોટર રોજ પીવાથી થશે આટલા બધા ફાયદા

    શું છે ડિટોક્સ વોટર - હેલ્થલાઈનના જણાવ્યા અનુસાર, ડિટોક્સ વોટર આપણા શરીરમાં રહેલા ટોક્સિન્સ એટલે કે વિષાણુઓને શરીરમાંથી બહાર કાઢવા માટે ફળો, લીલા શાક અને વિવિધ પ્રકારની ઔષધિયોથી તૈયાર કરેલુ પીણું. તેને ફ્રૂટ ફ્લેવર વોટર પણ કહેવામાં આવે છે. તેમાં કેલેરીની માત્રા કોઈ જ્યુસ કરતા ઘણી ઓછી હોય છે. તે કીડની અને લિવરને ક્લીન અને હેલ્ધી બનાવવા માટે પણ મદદરૂપ છે. (તસવીર: Shutterstock)

    MORE
    GALLERIES

  • 36

    Detox Water એટલે શું? ડિટોક્સ વોટર રોજ પીવાથી થશે આટલા બધા ફાયદા

    ઓરેન્જ જિંજર ડિટોક્સ વોટર - ઓરેન્જ સ્લાઈસના નાના ટુકડાઓ કાપી લો અને તેને આદુના ટુકડાઓ સાથે અડધા લીટર પાણીમાં નાખી રાખો. સ્વાદ અનુસાર તેમાં લીંબુનો રસ ઉમેરો. 3 થી 4 કલાક તેને ફ્રીજમાં રાખો અને રોજ સવારે તેનું સેવન કરો. તેનાથી વજન ઓછુ થશે અને સ્કીન પણ સારી થશે. (તસવીર: Shutterstock)

    MORE
    GALLERIES

  • 46

    Detox Water એટલે શું? ડિટોક્સ વોટર રોજ પીવાથી થશે આટલા બધા ફાયદા

    એપલ સિનેમન ડિટોક્સ વોટર - સફરજનની અમુક સ્લાઈસ અને સિનેમન એટલે કે તજના ટુકડા અડધા લીટર પાણીમાં ભેળવો. તેમાં સ્વાદ અનુસાર લીંબુનો રસ નાખી 4 કલાક માટે તેને ફ્રીજમાં મુકી દો. સવારે ખાલી પેટ તેનો ઉપયોગ કરો. તેનું સતત સેવન કરવાથી અનેક બીમારીઓ દૂર રહે છે. એપલ ડિટોક્સ વોટરથી કીડનીની ગંદકી પણ સાફ થાય છે અને કિડનીનું ફંક્શન પણ સારૂ થાય છે. સિનેમન એટલે કે તજથી શરીરના ટોક્સિન્સ દૂર થાય છે. (તસવીર: Shutterstock)

    MORE
    GALLERIES

  • 56

    Detox Water એટલે શું? ડિટોક્સ વોટર રોજ પીવાથી થશે આટલા બધા ફાયદા

    ડિટોક્સ વોટર તમે ઘરે ખુબ જ સરળતાથી બનાવી શકો છો. તેના માટે તાજા ફળો, શાક અને હર્બ સાથે પીવા માટે પાણીની જરૂર પડે છે. આવો જાણીએ અલગ-અલગ ફ્લેવરના ડિટોક્સ વોટર બનાવવાની રીત. પહેલા જોઇએ કાકડીનું ડિટોક્સ વોટર- ખીરા કાકડીની અમુક સ્લાઈસ કાપીને અડધા લીટર ઠંડા કે નોર્મલ ટેમ્પરેચર પાણીમાં નાખો. સ્વાદ અનુસાર તેમાં મીઠુ, લીંબુની સ્લાઈસ કે લીંબુનો રસ નાખી 4 કલાક સુધી તેને ફ્રીજમાં રાખી દો. 4 કલાક બાદ તેને બહાર કાઢો. તમે તેનું સેવન રોજ સવારે ખાલી પેટ કરી શકો છો. એટલુ જ નહી તમે તેને દિવસભર પી શકો છો. તેમાં ફૂદીના 6-7 પાન નાખવાથી તેનો સ્વાદ વધી જશે. (તસવીર: Shutterstock)

    MORE
    GALLERIES

  • 66

    Detox Water એટલે શું? ડિટોક્સ વોટર રોજ પીવાથી થશે આટલા બધા ફાયદા

    આ કોમ્બિનેશનમાં પણ બનાવી શકો છો ડિટોક્સ વોટર - આ ઉપરાંત ખીરા-ફૂદીના, લેમન-જિંજર, બ્લેકબેરી-ઓરેન્જ, વોટરમેલન-મિંટ, દ્રાક્ષ-રોજમેરી, ઓરેન્જ-લેમન, સ્ટ્રોબેરી-બેસિલના કોમ્બિનેશનમાં પણ ડિટોક્સ વોટર બનાવીને પી શકો છો. તે સ્વાદ અને સ્વાસ્થ્ય બને માટે સારૂ છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત જાણકારનો સંપર્ક કરો) (તસવીર: Shutterstock)

    MORE
    GALLERIES