બપોરે સૂવાની આદત ઘણા લોકોને હોય છે અને જે લોકોને પણ આ આદત પડી જાય છે તેમને આમાથી બહાર આવવું ઘણું જ મુશ્કેલ બની જાય છે. સામાન્ય રીતે બપોરે સૂવાની આદતને ખરાબ જ માનતા હોય છે. એક અભ્યાસને આધારે બપોરે સૂવાની આદતનાં અનેક ફાયદા જણાવવામાં આવ્યાં છે. પરંતુ બપોરે કેટલું સૂવું જોઇએ તે પણ જોઇએ. (પ્રતિકાત્મક તસવીર)
યૂનિવર્સિટી ઑફ પેનસિલ્વેનિયામા થયેલા એક અભ્યાસ પ્રમાણે, બપોરે ઊંઘની ઝપકીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, 'બપોરે ઊંઘવાથી કમમાં વધારે મન લાગે છે. મૂડ ફ્રેશ રહે છે. શોધકર્તાઓનું માનવું છે કે તેનાથી ઇમ્યૂનિટી પણ વધે છે. આ ઉપરાંત હૃદય સંબંધિત બીમારી થવાનું જોખમ પણ ઓછું થાય છે.' જોકે, બપોરના સમયમાં ઊંઘ લેવાથી રાત્રે ઊંઘવામાં પરેશાની થઇ શકે છે. એટલા માટે તમારા માટે આ જાણવું જરૂરી છે કે દિવસમાં કેટલા સમય માટે ઊંઘવું જોઇએ. (પ્રતિકાત્મક તસવીર)