લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મીઠાં લીમડાનાં પાનનો ઉપયોગ ખાવા-પીવાની ચીજોનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. મોટાભાગે દક્ષિણ ભારતમાં મીઠા લીમડાનાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે મીઠા લીમડાના પાનનો સ્વાદ ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મીઠા લીમડાનાં પાનનાં ઉપયોગથી ઘણી બીમારીઓનો ઇલાજ કરી શકાય છે. લીમડાનાં પાનમાં વિટામિન એ, બી, સી, કેલ્શિયમ, પ્રોટીન, એમીનો એસિડ, ફોસ્ફરસ, ફાઇબર અને આયર્ન ભરપૂર માત્રામાં રહેલું હોય છે.
મીઠા લીમડાનાં પાનમાં બ્લડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાના ગુણ રહેલો હોય છે, જે હૃદય રોગથી બચાવવામાં મદદ કરે છે. આપણા શરીરમાં રહેલ ઑક્સીડેટીવ કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલનું નિર્માણ કરે છે. જેના કારણે હૃદયનો હુમલો આવવાનો ખતરો વધારે રહે છે. મીઠા લીમડાનાં પાનમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ રહેલો હોય છે, જે કોલેસ્ટ્રોલનું ઑક્સીકરણ થવામાં રોકે છે. જેનાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા કંટ્રોલમાં રહે છે. મીઠા લીમડાના પાન હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.
જો તમે પોતાનું વજન ઓછું કરવા માંગો છો તો મીઠા લીમડાના પાન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મીઠા લીમડાનાં પાન શરીરની અંદરથી સાફ સફાઈ કરવામાં સહાયક બને છે અને શરીરમાં રહેલા હાનીકારક ટોક્સિનને હટાવવામાં મદદ કરે છે. પેટ માટે પણ મીઠા લીમડાંનાં પાન ખૂબ જ ફાયદાકારક હોય છે. દરરોજ તેનું સેવન કરવાથી અપચાની આ સમસ્યામાંથી આરામ મળે છે.