કોવિડ 19ના કાળમાં લાંબા સમય પછી કેટલાક રાજ્યોમાં શાળાઓને શરૂ કરવામાં આવી છે. જો કે તેમાં 9માં ધોરણથી 12માં ધોરણના બાળકોને શાળામાં મોકલવામાં આવ્યા છે. અને અહીં પણ માસ્ક અને સોશયલ ડિસ્ટેંસિંગ ફરજિયાત છે. ગુજરાતમાં હજી શાળા શરૂ થવાને વાર છે. પણ તેમ છતાં કોરોના કાળમાં આપણે આપણે બાળકોને અમુક વસ્તુઓ પ્રત્યે સભાન કરવા જરૂરી બન્યા છે. જેથી તે આપણી ગેરહાજરીમાં પણ આ વાતોનું ધ્યાન રાખીને સુરક્ષિત રહી શકે. માયોક્લિનિક માં છપાયેલી રિપોર્ટ મુજબ બાળકોને શાળાએ મોકલતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો.
સોશિયલ ડિસ્ટેંસિંગ- બસમાં ઓછા બાળકો જ શાળાએ જઇ શકશે. બાળકોને ડેસ્ક પણ એક બીજાથી દૂર રહેશે. બાળકોને કોઇ પણ ગ્રુપ એક્ટિવિટી ન આપવામાં આવે. સ્કૂલ ગ્રાઉન્ડમાં રમતી વખતે પણ બાળકોને એક બીજાથી દૂરી રાખવી જરૂરી છે. ડબલ્યૂએચઓ પણ કહ્યું છે કે બે વ્યક્તિઓની વચ્ચે 6 ફૂટની અંતર રાખવું જરૂરી છે. કોંસેપ્ટ ઇમેજ
પબ્લિક પરિવન, પિક-અપ ડ્રોપ, બસમાં જતી વખતે, શાળામાં માસ્ક પહેરી રાખો. વળી બાળકોને બેગમાં એક એક્સ્ટ્રા માસ્ક પણ આપો. જેથી જરૂર પડે તો તે ચેન્જ કરી શકે. બાળકોને સમજાવો કે માસ્ક પહેરતી વખતે મોં બધી બાજુથી કવર થવું જોઇએ. નાક પર માસ્ક હોવું જોઇએ. અને તેમણે પોતાના મિત્રો સાથે માસ્ક શેર ન કરવું જોઇએ. સાથે જ રબર, પેન્સિલ, કે લંચ બોક્સ જેવી વસ્તુઓ પણ શેર કરવાની ના પાડો. Disclaimer : આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનાઓ પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. આ પર અમલ કરવાતા પહેલા સંબંધિત વિશેષજ્ઞને સંપર્ક અને સલાહ લો.